કેન્દ્ર સરકારે 'મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર'ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ પ્રતિબંધ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-27 18:07:54

કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર નામના સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે આ માહિતી આપી હતી. આ સંગઠનનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન મસરત આલમ કરે છે. આ એ જ જૂથ છે જેનું નેતૃત્વ અગાઉ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની કરતા હતા.


અમીત શાહે  કર્યું ટ્વીટ


ગૃહમંત્રી અમીત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.


દેશની એકતા વિરુદ્ધ કામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં


અમિત શાહે કહ્યું કે ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તેણે કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે.


સંગઠનના પાકિસ્તાન સાથે સંબંધો છે..


ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન તેના ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતું છે. તેના નેતાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી ફંડ એકત્રિત કરવામાં સામેલ છે. સંગઠનના સભ્યો અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. તેમને દેશની બંધારણીય સત્તા માટે કોઈ સન્માન નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનના નેતાઓ, ખાસ કરીને તેના પ્રમુખ મસરત આલમ, દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડતી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે