કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:50:15

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરાતના પ્રવાસે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે.  ત્યારે ભાજપના ચાણક્ય તરીકે જાણીતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓની મુલાકાત લેવાના છે ઉપરાંત અનેક જનસભાઓમાં ભાગ લઈ ભાજપનો પ્રચાર કરવાના છે. 

Amit Shah's meetings giving sleepless nights to BJP MLAs

અનેક કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર 

અમિત શાહ પોતાના 2 દિવસ પ્રવાસ દરમિયાન આશરે 13 કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અનેક કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેમના હસ્તે થવાનું છે.  અમિત શાહ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાના છે. ઉપરાંત ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાના છે. નવરાત્રી હોવાથી તેઓ મેલડી માતાજીના દર્શન કરવાના છે. 2140EWS આવાસોનું તેમજ શકરી તળાવ નવીનીકરણ પ્રકલ્પનું તેઓ ખાતમૂહુર્ત કરવાના છે. તેઓ રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં તેઆ હાજરી આપવાના છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે ગુજરાતના પ્રવાસે


PM Modi's birthday today: Wishes pour in; Rahul Gandhi, Tharoor's messages  | Latest News India - Hindustan Times


વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન તેઓ ફરી એક વખત માદરે વતન આવવાના છે. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતના પ્રવાસે આવી, અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. માં અંબાજીના દર્શન કરવા પણ તેઓ જવાના છે. તેમના પ્રવાસને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.