મહિલાને આવકનો દાખલો ન મળતા કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ વિફર્યા, અધિકારીઓની ઝાટકણી કાઢી


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-20 19:27:27

ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓને લઈને ફરિયાદો વધી રહી છે, ભાજપના ધારાસભ્યો પણ અનેક વખત આ મુદ્દે તેમને આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. ધારાસભ્યોના ફોન ન ઉપાડવા કે પછી ધારાસભ્યોના પ્રજાહિતના પ્રશ્નોનો જવાબ પણ ન આપવા સહિતની ફરિયાદો ઉઠી છે. પ્રજાના કામો કરવામાં આનાકાની કરતા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ પર રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી તેવા પણ સવાલો થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણને પણ અધિકારીઓનો આવો જ માઠો અનુભવ થયો હતો. જો કે તેમણે આજે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કલેક્ટરથી લઈને તલાટી સુધીના અધિકારીઓને આકરી ઝાટકણી કાઢી હતી.


શું હતો સમગ્ર મામલો?


ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે નર્મદાના નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન એક મહિલાએ મંત્રી દેવુસિંહને તેની વ્યથા-કથા વર્ણવી હતી, મહિલાએ કહ્યું કે ગામના તલાટી એક મહિનાથી આવકનો દાખલો નથી આપી રહ્યા, આ સાંભળી દેવુસિંહ ચૌહાણ ગુસ્સે થયા હતા અને તેમણે મંચ પરથી જ તલાટીને તતડાવ્યા હતા. તેમણે કલેક્ટરનો પણ વારો લીધો હતો અને પુછ્યું હતું તમે ફોલોઅપ લો છે કે નહીં. ગઈકાલે ટંકારી ગામમાં આયોજિત કાર્યક્રમમાં કલેક્ટર અને DDO હાજર રહ્યા ન હતા. જેને લઈ દેવુસિંહ ચૌહાણે ટકોર કરતાં આજે બંને અધિકારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે ટંકારી ગામમાં કેન્દ્ર સરકારનો કાર્યક્રમ હતો અને તેમા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ રહ્યા ન હતા ત્યારે પણ મંત્રી દેવુસિંહ ચૌહાણ ગઈકાલે બગડ્યા હતા. 


નર્મદામાં નિકળી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 


કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભ નર્મદા જિલ્લાના વંચિત આદિવાસી જનસમુદાય સુધી પહોંચે અને તેમની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેયમંત્ર સાથે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે. આ રથના માધ્યમથી ગ્રામજનોને આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ બતાવવામાં આવે છે. નર્મદા જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' સાથે કેન્દ્રીય મંત્રી દેવુ સિંહ ચૌહાણ પણ જોડાયા હતા અને  બીજા દિવસે આજે નાંદોદ તાલુકાના જીઓર પાટી ગામેથી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. 



આવનાર દિવસોમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે કારણ કે વાતાવરણમાં કોઈ પણ ફેરફાર થાય છે તો તેની સીધી અસર ખેતી પર પડતી હોય છે.

ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોત મોટી ચિંતાનો વિષય બન્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સૂકી કચોરીના કારણે જાણીતા જૈન વિજય ફરસાણના વેપારી સુમિત પઢીયાર (24)નું હાર્ટ એટેકથી મોત થયું છે.

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

ટાટા ટેક્નોલોજી (Tata Technologies Share) ના શેરોની ફાળવણી થઈ ગઈ છે અને આ સ્ટોક આવતીકાલે 30 નવેમ્બર, 2023ના રોજ NSE અને BSEમાં લિસ્ટ થશે. ટાટા ટેક્નોલોજીના શેરોનું આવતી કાલે ધમાકેદાર લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે