"ભારત જ્યાંથી ઈચ્છે ત્યાંથી ખનીજ તેલ ખરીદશે" : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:56:59

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે તે ભારત સરકારની નૈતિક ફરજ છે કે તે તેના નાગરિકોને ઉર્જા પ્રદાન કરે અને તે ગમે ત્યાથી ખનીજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે. પુરીએ વધુમાં કહ્યું કે વિશ્વના કોઈપણ દેશે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા કહ્યું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમી દેશો અને અમેરિકાએ રશિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જે બાદ ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ન ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે.


   પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શું કહ્યું 


હરદીપ પુરીએ કહ્યું હતું કે, "ભારત જ્યાંથી ઇચ્છે ત્યાંથી તેલ ખરીદશે, તેનું સીધુ કારણ એ છે કે આ પ્રકારની ચર્ચાઓને ભારતની વપરાશ કરતી વસ્તી સુધી લઈ જઈ શકાય નહીં. ભારતની પ્રાથમિકતા તેના લોકોને ઉર્જા પૂરી પાડવાની છે."


રશિયા પાસેથી આયાત એપ્રિલથી 50 ગણી વધી


ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે. હવે તે વિદેશમાંથી ખરીદાયેલા તમામ ક્રૂડના 10 ટકા જેટલો હિસ્સો છે. યુક્રેન યુદ્ધ પહેલા ભારત રશિયા પાસેથી કુલ આયાતના માત્ર 0.2 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે