કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલેની વિવાદિત ટ્વિટ, આંબેડકરની 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં હોવાની કરી વાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:14:42

થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ નેતા રાજેન્દ્ર ગૌતમનો એક વીડિયો વાયરલ થયો હતો. ધર્માંતરણનો વીડિયો વાયરલ થતા રાજનીતિ ગરમાઈ ગઈ હતી. વીડિયોમાં પૂર્વ નેતા બાબા સાહેબ દ્વારા ઘડાયેલી 22 પ્રતિજ્ઞાની શપથ લેતા નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ રાજેન્દ્ર ગૌતમે રાજીનામું આપી દેવું પડ્યું હતું. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવાલે પોતે 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરતા નજરે પડયા છે. પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમણે ટ્વિટ કરી હતી કે બૌદ્ધ હોવાને નાતે હું આ 22 પ્રતિજ્ઞાનું સમર્થન કરું છું. આ 22 પ્રતિજ્ઞાઓ પર મને ગર્વ છે અને બધાએ પોતાના જીવનમાં આ સ્વીકારવું જોઈએ.

રામદાસ આઠવાલે આવ્યા 22 પ્રતિજ્ઞાઓના સમર્થનમાં  

આપણા દેશમાં ધર્મને લઈ હમેશાં રાજનીતિ ગરમાતી રહે છે. કોઈને કોઈ કારણોસર ધર્મને લઈ દેશમાં રાજનીતિ થઈ રહે છે. થોડા સમય પહેલા ધર્મનો વિવાદ છેડાતા દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલને રાજીનામું આપી દેવું પડ્યું હતું. વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બૌદ્ધ ધર્મમાં માનનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવેલી 22 પ્રતિજ્ઞા લેતા નજરે પડ્યા હતા. જે બાદ આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણાવામાં આવી હતી. પરંતુ હવે 22 પ્રતિજ્ઞાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવ્યા છે.

      

શું કેન્દ્રીય મંત્રીનું લેવાશે રાજીનામું?

ત્યારે હવે એક સવાલ થવો સ્વાભાવિક થઈ છે કે જેમ આપ નેતાના વીડિયો બાદ ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. હિંદુત્વના ઠેકેદાર બની અનેક સંગઠનોએ આ વાતનો વિરોધ કર્યો હતો. આ ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. વિવાદ ઉગ્ર બનતા નેતાએ પોતાના પડ ઉપરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું ત્યારે શું હવે પણ આ વસ્તુ થશે. પોતાને હિંદુ ધર્મના ઠેકેદાર માનતા લોકો અથવા સંગઠનો આનો વિરોધ કરશે? શું કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લેવામાં આવશે? વીડિયો વાયરલ થયા આમ આદમી પાર્ટીને હિંદુ વિરોધી પાર્ટી ગણી દેવામાં આવતી હોય તો શું આ ટ્વિટને લઈ વિવાદ નહીં છેડાય?              



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે