રાજ્યમાં કમોસમી વરસાદને લઈ કરવામાં આવી છે આગાહી, 17 માર્ચ સુધી રહેશે વાદળછાયું વાતાવરણ!


  • Published By :
  • Published Date : 2023-03-13 13:38:37

ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 13 માર્ચથી 17 માર્ચ સુધી રાજ્યમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે જે અંતર્ગત અમદાવાદ, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સુરત સહિત અનેક જગ્યાઓ પર માવઠાની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 


ગાજવીજ સાથે થશે વરસાદ! 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાનમાં એકાએક પલટો જોવા મળ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. 17 જેટલા જિલ્લાઓમાં 13 અને 14 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ સહિત જગ્યાઓ પર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


13થી 17 માર્ચ વચ્ચે થશે વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ 13 અને 14 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે. 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 13 માર્ચે અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદ વરસી શકે છે.14 માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટમાં વરસાદ આવશે. તે સિવાય 15 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા. અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાજ, અમરેલી, ભાવનગર સહિતની જગ્યાઓ પર વરસાદ થશે. 16 તારીખે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગરમાં વરસાદ થશે. 


ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે આસમાની આફતનો માર 

ઉનાળા દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે. પકવેલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ઘણી વખત પાકના પોષણસમા ભાવ નથી મળતા. રવિ પાકને મોટા પાયે નુકસાન થયું છે. માવઠાને કારણે રવિ પાક નિષ્ફળ ગયો છે. અવાર-નવાર વરસાદ આવવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.