રાજ્યમાં ભરઉનાળે અષાઢી માહોલ, આસમાની આફત બનીને ત્રાટક્યું માવઠું, હજુ પણ બે દિવસ કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-19 12:51:01

રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના વિવિઘ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તો ક્યાંક ભારે પવન ફુંકાયો હતો. રાજ્યમાં 81 તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જગતના તાતે મહામહેનતે ખેતરમાં ઉગાડેલો પાક નષ્ટ થતા તેના માટે તો આ માવઠું આસમાની આફત સાબીત થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદની દરમિયાન વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મૃત્યુ થયા છે. 


કયા કેટલો વરસાદ થયો?


કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદના માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો.બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ, હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના સમાચાર છે.અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 


ખેતીના પાકને નુકસાન


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત વરસતાં વરસાદના કારણે ઘઉં, જીરૂ, રાયડો,  એરંડા, મકાઇ, ઉપરાંત કેરી, તરબૂચ,ચીકુ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદ પડતાં રાજ્યના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. 


કેસર કેરીના ભાવ આસમાને


સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોચાડ્યું છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે, ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ કેરીની ગુણવત્તા સારી રહી નથી. 


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા વધુ એક માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી છાંટા પડી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું થઈ શકે છે. 



દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...

નશો કરવાની આદત અનેક લોકોને હોય છે. ખબર હોય છે કે નશો કરવાથી તેમની જીંદગી ટૂંકી જાય છે તો પણ અનેક લોકો નશો કરતા હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નશો ના કરવો જોઈએ તેને સમર્પિત એક રચના..

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.