રાજ્યમાં હજુ 3 દિવસ માવઠાનો કહેર, આજે 41 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો


  • Published By :
  • Published Date : 2023-05-04 21:44:54

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેને પગલે આજે પણ રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે. રાજ્યમાં આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી અનેક જગ્યાએ ખેતીના પાકને ભારે નુકસાન પણ થયું છે.


રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ?


કચ્છના નખત્રાણામાં અઢી ઇંચ, જૂનાગઢના મેંદરડામાં દોઢ ઇંચ, રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ,જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ,જૂનાગઢના માળીયામાં સવા ઇંચ,રાજકોટના ધોરાજીમાં એક ઇંચ,જૂનાગઢના કેશોદમાં એક ઇંચ,જૂનાગઢમાં અડધો ઇંચ,જૂનાગઢ સીટીમાં અડધો ઇંચ,રાજકોટ પડધરીમાં અડધો ઇંચ,ગીર સોમનાથના તાલાલામાં અડધો ઇંચ,ડાંગના સુબીરમાં અડધો ઇંચ,જૂનાગઢ વંથલીમાં અડધો ઇંચ,ડાંગના વઘઇમાં અડધો ઇંચ,નવસારી વાંસદામાં અડધો ઇંચ,દ્વારકાના ભાણવડમાં અડધો ઇચ, ડાંગના આહવામાં અડધો ઇંચ ખાબક્યો છે.


ગાજવીજ સાથે વરસાદ 


રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો છે. કચ્છના નખત્રાણામાં તો સવા બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ જાણે નદી બની ગયા હતા. સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અરવલ્લી જીલ્લામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને ધનસુરામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં જીતપુર, રેલ્લાંવાડા, ઈસરી, તરકવાડા સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક માવઠું


સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત વિવિઘ ભાગોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી જોરદાર ઝાપટું પડ્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ,કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ,ગોંડલ ચોકડી સામા કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ તરફ અટીકા ફાટક અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જિલ્લા બાદ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર ઝાપટું પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત આઠ દિવસથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.  


વિવિધ કૃષિ પાકને નુકસાન


રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દેવચડી ગામ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદનાં કારણે અડદ, મગ, તલ, બાજરી, જુવાર સહિતનાં પાકોને નુકશાન પહોંચ્યું હતું.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?