Unseasonal Rain : ફરી વધી ધરતી પુત્રોની ચિંતા! આ તારીખે આ જિલ્લાઓમાં આવી શકે છે મુસીબતનું માવઠું, જાણો હવામાનને લઈ શું કરાઈ આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 15:53:07

શિયાળાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી શકે છે... છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમી ઓછી લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી ફરી એક વખત કરવામાં  આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર 9 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે પરંતુ 10 તારીખ બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે છે અનેક ભાગોમાં..

News18 Gujarati


શું કહે છે હવામાન વિભાગની આગાહી? 

ખેડૂતોની ચિંતા ફરી એક વખત વધી છે હવામાનને કારણે... ગમે તે સિઝનમાં કમોસમી વરસાદ આવવાને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે... શિયાળાની સિઝન દરમિયાન પણ વરસાદે ખેડૂતોને રડાવ્યા ત્યારે ફરી એક વખત ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 10 તારીખે દાહોદ, નર્મદા તેમજ છોટા ઉદેપુરના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ આવી શકે છે. તે બાદ 11 એપ્રિલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 11 તારીખે દાહોદ, છોટા ઉદેપુર તેમજ નર્મદા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે....


હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આ ભાગોમાં આવશે કમોસમી વરસાદ

આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી માત્ર હવામાન વિભાગ દ્વારા જ નથી કરવામાં આવી પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતે આગાહી કરતા જણાવ્યું કે , 8 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન ગરમીનો અહેસાસ થશે એટલે હીટવેવનો અનુભવ થઈ શકે છે.... 13 તારીખ બાદ રાજ્યમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 13-16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ છે. મહત્વનું છે કે દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે...,   



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.