ભર ઉનાળે આવશે કમોસમી વરસાદ, જાણો માવઠાને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત Ambalal Patelની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-05-08 12:56:14

કાળઝાળ ગરમીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધ્યો હતો અને આગામી દિવસો માટે પણ અનેક જગ્યાઓ પર હિટવેવની આગાહી કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે અનેક જગ્યાઓ માટે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.... રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 12મી અને 13મી તારીખ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં માવઠું આવી શકે છે...  


રાજ્યના અનેક ભાગોમાં આવી શકે છે કમોસમી વરસાદ

ગરમીનું પ્રમાણ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.. તાપમાનના પારામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. મતદાનના દિવસે પણ ગરમીનું પ્રમાણ વધારે હતું.. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો.. આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં આવે પરંતુ તે બાદ રાજ્યના અનેક ભાગો માટે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે..   



ક્યાં માટે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી? 

હવામાન વિભાગે હિટવેવની પણ આગાહી અનેક જગ્યાઓ માટે કરી છે.. દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરાઈ છે.  દીવ અને ભાવનગરના તાપમાનમાં વધારો થઈ શકે છે અને તે બાદ 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાને કારણે અનેક ભાગોમાં વરસાદની સંભાવના રેહલી છે.. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નર્મદા તેમજ ડાંગમાં વરસાદ આવી શકે છે તેવું અનુમાન છે..  



અંબાલાલ કાકાએ પણ કમોસમી વરસાદને લઈ કરી આગાહી...

મહત્વનું છે કે ના માત્ર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.. તેમની આગાહી અનુસાર મે મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. મે મહિનામાં કેટલા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. ઉલ્લેખનિય છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધતી હોય છે.. પાક નિષ્ફળ જવાથી તેમને નુકસાન ભોગવવાનો વારો આવે છે.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.