UP : SBI Bankમાં ઘૂસી ગયો આખલો, બેન્કમાં હાજર લોકો ડરી ગયા, Akhilesh Yadavએ વીડિયોને લઈ કહી આ વાત જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-11 12:29:38

સામાન્ય રીતે બેન્કમાં પૈસા ભરવા, પાસબુક ભરાવા કે અન્ય કોઈ માટે માણસો આવતા હોય છે. પરંતુ શું તમે બેન્કમાં કદી આખલાને જોયો છે? તમે બેન્કમાં હાજર હોવ અને બળદ ઘૂસી આવે તો શું પરિસ્થિતિ સર્જાય તેનો અંદાજ તમે લગાવી શકો છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી છે જ્યાં એસબીઆઈ બેન્કમાં વર્કિંગ અવર્સ દરમિયાન એક બળદ ઘૂસી આવ્યો છે પછી જે થયું એ....બેન્કમાં આખલો ઘૂસી આવતા બેન્કમાં હાજર લોકો ઘભરાઈ ગયા અને  અફરા- તફરી જેવો માહોલ સર્જાયો હતો. 

SBI બેંકમાં ઘૂસી આવ્યો બળદ!

રખડતા ઢોરનો ત્રાસ તો રસ્તા પર જોવા મળતો હોય છે પરંતુ બેન્કમાં જ્યાં સુરક્ષા હોય છે ત્યાં પણ બળદ કે ગાય આવી જાય તો! આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસબીઆઈ બેન્કમાં એક બળદ ઘૂસી જાય છે. જે બેન્કનો વીડિયો વાયરલ થયો છે તે એસબીઆઈ બેંકની ઉન્નાવનો છે. બેંકમાં જ્યારે બળદ ઘૂસે ત્યારે બેંકમાં હાજર લોકોની પરિસ્થિતિ કેવી થઈ તે વીડિયોમાં જોઈ શકાય છે. અહીંયા-તહીંયા લોકો ભાગવા લાગ્યા. કાઉન્ટર ઉભેલા વ્યક્તિ લોકોને ત્યાંથી હટવા માટે કહી રહ્યા છે. 

અખિલેશ યાદવે કહી વાત!

જે વીડિયો વાયરલ થયો છે માત્ર અમુક સેકેન્ડોનો જ છે. બેંકમાં ઘેસૂલો આખલો આગળ ક્યાં જાય છે તેની ખબર નહીં પરંતુ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે... આ વીડિયોને લઈ અખિલેશ યાદવે પણ પ્રતિક્રિયા આપી છે. અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે બળદની શું ભૂલ, કોઈએ કહ્યું હશે કે બીજેપી બધાના ખાતામાં 15 લાખ જમા કરાવી રહી છે. તે ભ્રમ અને બહાકાવવામાં આવીને બેંકમાં પહોંચ્યો હશે. ત્યારે આ વીડિયો પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો...    



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.