ઉત્તર પ્રદેશમાં ભાઈએ બહેનનું ગળું કાપીને કરી હત્યા, બહેનના પ્રેમ સંબંધથી નારાજ હતો ભાઈ


  • Published By :
  • Published Date : 2023-07-21 20:10:10

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભાઈએ તેની બહેનનું ગળું કાપીને હત્યા કરતા હડકંપ મચી ગયો છે. 24 વર્ષીય રિયાઝે તેની 18 વર્ષીય બહેન આસિફાની યુવક સાથેના પ્રેમ સંબંધના કારણે હત્યા કરી નાખી હતી. બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં આ ઘટના બની હતી. યુવક તેની બહેનનું કાપેલું મસ્તક લઈને ગામમાંથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ગામ લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસ તાબડતોબ ગામમાં આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ યુવકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશ હસ્તગત કરીને પીએમ માટે મોકલી દીધી છે.


ઝગડો થયા બાદ બહેનની હત્યા


રિયાઝ તેની 18 વર્ષીય બહેન આસિફાની ગામના જ એક યુવક ચાંદ બાબુ સાથે પ્રેમ સંબંધ સંબંધથી નારાજ હતો. આસિફા એક મહિના પહેલા જ તે યુવક સાથે ભાગી ગઈ હતી, ત્યાર બાદ યુવક અને યુવતીને પોલીસે ઝડપી પાડ્યા હતા. યુવકને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જ્યારે યુવતીને પરિવારજનોને સોંપી દીધી હતી. આ ઘટનાથી યુવતીનો ભાઈ નારાજ હતો.  આજે શુક્રવારે ભાઈ અને બહેન વચ્ચે બબાલ થઈ ગઈ હતી, બાદમાં ગુસ્સે થયેલા રિયાઝે સવારે 11 વાગ્યે ધારદાર હથિયારથી બહેન આશિફાનું ગળું કાપીને નિર્મમતાપૂર્વક હત્યા કરી નાખી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે