ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ , ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડાક સમય અગાઉ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ દર્શન ખાતે આવે છે , ત્યારબાદ તેઓનો રૂટ અમદાવાદ તરફ જવાનો હતો. આ માટે તેઓ રાજકોટ બાયપાસથી અમદાવાદ તરફ જવાના હતા પરંતુ , MLA ઉદય કાનગડ દ્વારા તેમના સ્વાગત માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે . જોકે રાજ્યપાલ આનંદીબેન પટેલને એમ હતું કે આ કાર્યક્રમ હાઇવે પર જ રાખવામાં આવ્યો છે. પરંતુ આ પછી રાજ્યપાલના કાફલાએ રાજકોટ શહેરના સામાકાઠા વિસ્તારની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. જેનાથી આનંદીબેન પટેલ ખુબ નારાજ થયા હતા. એટલુંજ નહિ તેઓ ગાડીમાંથી ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા જ ગુલદસ્તો હાથમાં લઇ લીધો હતો. ભારે નારાજગી સાથે આનંદીબેન બોલ્યા કે તારે જે આપવાનું હોય તે આપ , આખો કાફલો હેરાન થયો. આ ઘટના પછી ત્યાં હાજર BJP કાર્યકર્તાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તેનું એક કારણ એ છે કે , જો કોઈ પણ રાજ્યપાલ આવે તો , પ્રોટોકોલ મુજબ શહેર ભાજપ પ્રમુખનું ધ્યાન દોરવાનું હોય છે તેમને પણ ત્યાં બોલાવવાનાં હોય છે. પરંતુ અહીં શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને નહોતા બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત રાજકોટના સામાકાઠા વિસ્તારમાં પૂર્વ MLA અરવિંદ રૈયાણી જે રીતે એક્ટિવ થયા છે ત્યારે પાટીદાર સમાજમાં પોતાનું કદ બતાવવા માટે થઇ આ કાર્યક્રમ ઉદય કાનગડે યોજ્યો હોવાની વાત બહાર આવી છે.
તો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ પર જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે , અયોધ્યામાં રામમંદિરના દર્શન કરવા માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે. ત્યાં તો દર્શન થઇ જાય છે. પરંતુ ફાઈલના દર્શન કરવા માટે એક ટેબલથી બીજું ટેબલ , બીજાથી ત્રીજું , ત્રીજાથી ચોથા ટેબલ દર્શન કરવા માટે જવું પડે છે. આ દર્શન જ્યાં એ લોકો બેઠા છે એમના કરવા જ પડે છે. એક ફાઈલ આવ્યા પછી નીચેના અધિકારી તેમાં કમીઓ કાઢશે . પછી આ ફાઈલ આગળ જતા ફરી તેમાં ખામીઓ કાઢવામાં આવશે . મારુ સરકારી અધિકારીઓને ખાલી એટલુંજ કેહવું છે કે , પેહલા ફાઈલ તમારા ટેબલ પર આવે તે પછી એક વ્યક્તિએ જ બધી જ કમીઓ કાઢીને તેને પુરી કરવી જોઈએ.