શહીદ Captain Shubham Guptaની માતાને ચેક આપવા અને ફોટો પડાવવા પર UP મંત્રીએ આપી સ્પષ્ટતા, કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 10:54:08

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકી સાથે થયેલી અથડામણમાં દેશના પાંચ જેટલા જવાન શહીદ થયા હતા. તાજેતરમાં થયેલી અથડામણમાં શહીદ કેપ્ટન શુભમ ગુપ્તા પણ શહાદતને પામ્યા હતા. વીર જવાનોના શહીદ થવાની વાત સાંભળતા જ તેમના પરિવાર પર આસમાન ફાટી પડ્યું હતું. શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના પરિવારને સાંત્વના આપવા યુપીના મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાય ગયા હતા. સહાયનો ચેક આપવા ગયા ત્યારે ત્યાંનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં તે શહીદની માતાને ચેક આપતી વખતે ફોટો પડાવી રહ્યા છે. વીડિયોમાં શહીદની માતા કહી રહ્યા છે કે પ્રદર્શન ન કરો. વિવાદ વધતા મંત્રીજીએ આ મામલે સફાઈ પણ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજુ બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો.

ચેક આપતી વખતે ફોટો પડાવવા માટે મંત્રી ઉત્સુક હતા!

આતંકી સાથે થતી અથડામણમાં હજી સુધી દેશે પોતાના અનેક વીર જવાનોને ગુમાવી દીધા છે. જવાનોના શહીદ થવાના સમાચાર સાંભળી અનેક લોકોની આંખોમાંથી આંસુ આવી ગયા હશે, ત્યારે એ પરિવારની એ માતાની શું હાલત હશે જેણે પોતાના દીકરાને ગુમાવ્યો હશે!  એમના દર્દનો કદાચ આપણે અહેસાસ પણ નહીં કરી શકીએ. શહીદ પરિવારને મળવા જ્યારે નેતાજી ગયા ત્યારથી તેમની ટીકા થઈ રહી છે. શહીદ પરિવારને ચેક આપતી વખતે જબરદસ્તી ફોટો પડાવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શહીદની માં ચોંધાર આસું રડી રહ્યા છે પરંતુ મંત્રીજી ફોટો પડાવવામાં વ્યસ્ત દેખાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ મંત્રી યોગેન્દ્ર ઉપાધ્યાયની ટીકા થઈ રહી છે. વિવાદ વધતા યુપીના મંત્રીએ આ મામલે સફાઈ આપી છે. 



વાયરલ વીડિયો અંગે મંત્રીએ આપી સ્પષ્ટતા

વીડિયો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ આ મામલાને ખોટી રીતે રજૂ કર્યો અને મીડિયાએ બીજી બાજુ જાણ્યા વગર વીડિયો વાયરલ કર્યો. તેઓએ કહ્યું કે જે સમયે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે દરમિયાન પરિવારના સભ્યો શહીદ કેપ્ટનની માતાને બહાર લઈ આવ્યા હતા. ચેક આપતી વખતે પ્રેસે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું. આના પર કેપ્ટન શુભમની માતાએ પ્રેમથી કહ્યું કે પ્રદર્શન ન કરો. વધુમાં તેમણે કહ્યું કે શહીદ કેપ્ટન શુભમ અને તેમની વચ્ચે પારિવારિક સંબંધો હતા. તે શુભમને બાળપણથી ઓળખે છે. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં તે શુભમના ઘરે ફોટો પડાવવા શા માટે જશે.

અનેક રાજકીય પાર્ટીઓએ વીડિયોની કરી ટીકા 

મહત્વનું છે કે વીડિયો સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલા કાર્યની નિંદા કરી હતી. અનેક પાર્ટીઓએ વીડિયોને લઈ મંત્રી પર નિશાન સાધ્યું હતું. 




થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.