ઉત્તર પ્રદેશ: યોગી સરકાર વિરૂદ્ધ સપાની પદયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:13:53

ઉત્તર પ્રદેશમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે સત્ર પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાના કાર્યકરો સાથે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી અખિલેશ યાદવ તેમના પાર્ટીના કાર્યકરો સાથે પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રા કરી ગૃહ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેમને આગળ જતા રોકી દીધા હતા. જેને કારણે ઘર્ષણ સર્જાયું હતું.

યોગી સરકારને ઘેરવાનો પ્રયાસ

યોગી સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરવા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પદયાત્રા શરૂ કરી છે. પાર્ટી ઓફિસથી વિધાનસભા ગૃહ સુધી ચાલી પોતાનો વિરોધ દર્શાવાનો તેમનો પ્લાન હતો. પરંતુ અડધા રસ્તે તેમને રોકી દેવાયા હતા.

પોલીસનું કહેવું છે કે પોલીસ પરમિશન વગર તેઓ નિકળ્યા છે તે માટે તેમને રોકી દેવાયા છે. સપાની માર્ચ નિકળે તે પહેલા પોલીસ કાફલાને તેનાત કરી દેવાયો હતો.

યુપીમાં રાજનીતિ ગરમાઈ

સપાની પદયાત્રા શરૂ થતા રાજનીતિ ગરમાઈ છે. માર્ચને રોકી દેવાતા અખિલેશ યાદવ ધરણા પર ઉતરી યોગી સરકારનો વિરોધ કરી રહ્યા છે. પદયાત્રા પર નિવેદન આપતા યોગીએ કહ્યું કે વિપક્ષને પોતાની વાત કહેવાનો હક છે પરંતુ આ બધી વાતો વિધાનસભામાં થવી જોઈએ.

 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .