UPI ટ્રાન્ઝેક્શન પર નહીં લાગે ચાર્જ, NPCIએ કરી સ્પષ્ટતા, શું છે નવો નિયમ? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-29 16:21:17

મોબાઈલ ક્રાંતિના આ યુગમાં, તમે નાનીથી મોટી ખરીદી માટે ઓનલાઈન ચૂકવણી કરો છો. UPI પેમેન્ટને લઈને સમાચાર આવ્યા હતા કે તે મોંઘુ થવા જઈ રહ્યું છે. 2,000 રૂપિયાથી વધુના વ્યવહારો પર 1.1 ટકા ચાર્જ લાગશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે જો તમે ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવા ડિજિટલ માધ્યમથી 2 હજાર રૂપિયાથી વધુની ચુકવણી કરો છો, તો તમારે થોડું વધુ ખિસ્સું ઢીલું કરવું પડશે, પરંતુ આમાં થોડો પેંચ છે. જો તમે બેંક એકાઉન્ટથી લિંક પેમેન્ટ કરો છો તો તમારા માટે કંઈ બદલાયું નથી.


શું UPI ચૂકવણી મોંઘી થશે?


NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આ ચાર્જ મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવશે. એટલે કે, આ ચાર્જ પીઅર ટુ પીઅર (P2P) અને પીઅર ટુ મર્ચન્ટ (P2M) બેંકો અને પ્રીપેડ વોલેટ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે નહીં. એટલે કે તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે કોઈ પણ પરેશાની અને ચિંતા વગર UPI નો ઉપયોગ કરી શકો છો. તમારે કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, UPI ચુકવણી સંપૂર્ણપણે મફત છે. તમારા માટે કંઈ બદલાયું નથી. UPI બેંક ટ્રાન્સફરમાં કંઈ બદલાયું નથી.


કોણે ચાર્જ ચૂકવવો પડશે?


નવી ઓફર માત્ર Wallets/PPI માટે જ છે. એટલે કે, જો તમે વોલેટથી 2 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે. એટલે કે, જો તમે વોલેટ, ક્રેડિટ કાર્ડ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ ફી તમારા દ્વારા વેપારીને કરવામાં આવેલી કુલ ચુકવણીના 1.1% હશે. આ પણ જ્યારે આ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાથી વધુ હશે. આ બિલકુલ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં હોય તેવું જ છે. બેંકથી બેંક વ્યવહારો હજુ પણ સંપૂર્ણપણે મફત છે.


સામાન્ય લોકો પર શું થશે અસર?


જો ઇન્ટરચેન્જ ચાર્જ વસૂલવામાં આવશે તો સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. ઇન્ટરચેન્જ ચાર્જ વેપારી દ્વારા વૉલેટ અથવા કાર્ડ રજૂકર્તાને ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં, 2000 રૂપિયાથી ઓછી ચૂકવણી કરનારા વેપારીને તેની કોઈ અસર થશે નહીં. આ પરિપત્ર મુજબ, જો તમે તમારી બેંકમાંથી તમારા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે Paytm, PhonePe જેવા વોલેટમાં પૈસા જેમા કરશો, તો Paytm, PhonePe જેવી કંપનીએ રેમિટર બેંકને ટ્રાન્ઝેક્શન લોડ કરવા માટે 15 બેસિસ પોઇન્ટ ચૂકવવા પડશે.


કયો વિકલ્પ પસંદ કરવો?


NPCIએ તેના પરિપત્રમાં કહ્યું છે કે બેંક ખાતાઓ અને પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) વચ્ચે પીઅર-ટુ-પીઅર અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. સર્ક્યુલરમાં P2P, P2M ટ્રાન્ઝેક્શન પર આનો અમલ ન કરવાનું કહેવામાં આવ્યું છે. જો તમે કોઈ વ્યક્તિ અથવા દુકાનદારને ચૂકવણી કરો છો અને ચુકવણી વિકલ્પ તરીકે બેંક એકાઉન્ટ પસંદ કરો છો, તો તમારે કેટલાક ચાર્જ ચૂકવવા પડશે. એટલે કે, કોઈ પણ પ્રકારના ચાર્જથી બચવા માટે UPI ચૂકવણી કરતી વખતે બેંક એકાઉન્ટ વિકલ્પ પસંદ કરવો વધુ સારું છે.


ઈન્ટરચેન્જ ચાર્જ શું છે?


પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા વોલેટ ઇશ્યુઅર જેમ કે બેંકોને ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવામાં આવે છે. આ વોલેટ્સ ખાસ કરીને Paytm, PhonePe, GooglePay વગેરે જેવા ઓનલાઈન પેમેન્ટ સાધક છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.