UPSC CSE 2023નું આવી ગયું પરિણામ, આદિત્ય શ્રીવાસ્તવે કર્યું ટોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-04-16 15:30:35

આજકાલ અનેક લોકોને તમે સાંભળ્યું હશે કે હું UPSCની તૈયારી કરી રહ્યો છે.. યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવી અનેક લોકોનું સપનું હોય છે.  IAS, IPS, IFS ઓફિસર બનવાનું સપનું જોનાર ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા આપે છે. આ પરીક્ષાને દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષા માનવામાં આવે છે. લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે છે તેમાંથી માત્ર અમુક જ ઉમેદવારો આ પરીક્ષાને પાસ કરી શકે છે. આ બધા વચ્ચે આજે UPSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.     

કોણે યુપીએસસી કર્યું ટોપ?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું અંતિમ પરિણામ આજે જાહેર કર્યું છે. યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર આ પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે યુપીએસસી ટોપ કર્યું છે, જ્યારે બીજા ક્રમે અનિમેષ પ્રધાન આવ્યા છે જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ  પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વિગતવાર વાત કરીએ તો  ભારતીય વિદેશ સેવા એટલે કે IFS માટે 37 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રેડ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ગ્રેડ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. 


આટલી જગ્યાઓ માટે કરવામાં  આવશે ભરતી!

મળતી માહિતી અનુસાર યાદીની વાત કરીએ તો કુલ 1016 ઉમેદવારોના નામ છે. જનરલ કેટેગરીના 347, EWSમાંથી 115, OBCમાંથી 303, SCમાંથી 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો છે. તે જ સમયે, ભલામણ કરાયેલ 355 ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ રાખવામાં આવી છે. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSCના વિવિધ સરકારી વિભાગોમાં 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેઓને ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.