ઉર્વશીએ કારવાચોથની પોસ્ટ કરી યુઝર્સે સવાલ કર્યા રિષભ પંથ માટે વ્રત કરશો ??


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 12:08:36


બોલિવૂડ એકટ્રેસ ઉર્વશી રાઉતેલાએ આજે કારવાચોથના દિવસે  એક પોસ્ટ કરી ચાહકોને કરવાચોથની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સએ સવાલ કર્યો કે  તે પણ આ વ્રત કરવાની છે? ઉર્વશી હાલમાં પોતાની સો.મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ્સ જોઈને યુઝર્સ એમ કહી રહ્યા છે કે તે પંતના પ્રેમમાં પાગલ થઈ ચૂકી છે.ઉર્વશીએ પોતાની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે વ્હાઇટ ફુલ સ્લીવ્સ હાઇ નેકની સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ તસવીર શૅર કરીને કેપ્શનમાં કહ્યું હતું, 'ચંદ્રની રોશની, તમારા જીવનને ખુશીઓ, શાંતિ તથા સદભાવનાથી ભરી દે. કરવાચોથની શુભેચ્છા એડવાન્સમાં.'



સોશિયલ મીડિયા યુઝર્સએ મજાક ઉડાવી. 

પોસ્ટ જોયા બાદ યુઝર્સે રિએક્ટ કર્યું હતું અને સવાલ કર્યો હતો કે તે પણ વ્રત રાખવાની છે? ઘણાં યુઝર્સે રિષભ પંતના નામથી ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પ્લીઝ ભાઈ ક્રિકેટ પર ધ્યાન આપજો.તો બીજાએ કમેન્ટ કરી હતી કે તેનો પીછો છોડી દે, તે પહેલેથી જ કમિટેડ છે.




કેમ ઉર્વશી રાઉતેલા અને રિષભ પંથ ચર્ચામાં ?


એક મહિના પેહલા ઉર્વશીએ એક  ઇન્ટરવ્યૂમાં કયું હતું કે 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યાં પણ હતાં. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

અને તેના જવાબમાં રિષભ પંથએ કહ્યું  




"લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે." 




ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....