Urvashi Solankiએ તરણેતરના મેળાને લઈ કહી આ વાત, Navratriને લઈ આપેલા નિવેદનનો વિવાદ શાંત નથી થયો અને...


  • Published By :
  • Published Date : 2023-10-25 15:32:10

નવરાત્રી દરમિયાન શક્તિની ઉપાસના કરવામાં આવતી હોય છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. નવરાત્રીનું આયોજન સફળ જાય તે માટે અનેક કલાકારોને બોલાવવામાં આવે છે અને સ્ટેજ પર તે લોકો પરફોમ કરતા હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા નવરાત્રીમાં સેટિંગ થતા હોય તે વાત ઉર્વશી સોલંકી દ્વારા કરવામાં આવી હતી. પ્રપોઝ કરવા માટે વેલેન્ટાઈન ટાઈમની રાહ નથી જોતા, નવરાત્રીમાં જ સેટિંગ કરી લેવાય છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મામલો શાંત નથી થયો ત્યારે વધુ એક નિવેદન ઉર્વશી સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે. ઉર્વશી સોલંકીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તરણેતરનો મેળો નહીં પરંતુ તે પરણેતરનો મેળો છે...

નડિયાદમાં ઉર્વશી સોલંકીએ આપ્યું હતું આ નિવેદન 

થોડા દિવસ પહેલા નડિયાદથી ઉર્વશી સોલંકીના કલાકારનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તે નવરાત્રીમાં સેટિંગ અંગેની વાત કરી રહ્યા હતા. સ્ટેજ પરથી તેમણે કહ્યું હતું કે આપણાં ગરબા આખા વર્લ્ડમાં ફેમસ છે. અને ગુજરાતમાં કોઈ છોકરો છોકરીને આઈ લવ યુ કહેવું હોય તો આપણે વેલેન્ટાઈન નહીં નવરાત્રીની રાહ જોઈએ છીએ. આ ચાર દિવસમાં કેટલા લોકોએ કીધું? નવ દિવસ તમે ગરબા રમો અને છેલ્લા દિવસે પણ તમે સિંગલ હોવને તો તમે પાક્કું ગરબા જ રમ્યા છો. એવા બહુ બધા હશે જેમને નવ દિવસ સેટીંગ નહીં થાય અને આવતી નવરાત્રીની રાહ જોતા હશે.


પોતાના નિવેદન પર આપ્યું ઉર્વશીએ આપ્યું સ્પષ્ટીકરણ

નિવેદન બાદ વિવાદ વકર્યો હતો. વિવાદ વધતા તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે પોતાની વાત રજૂ કરી હતી. વીડિયોમાં ઉર્વશી સોલંકીએ કહ્યું કે લોકો મારા શબ્દોને તોડીમરોડીને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. એક એક લાઈન પર તેમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. આખા વીડિયોમાં તેમણે પોતાના નિવેદનને લઈ કોઈ અફસોસ હોય તેવું ન લાગતું હતું. 


ઉર્વશી સોલંકીનો વીડિયો આવ્યો સામે જેમાં તે કહી રહ્યા છે... 

તેમણે કહ્યું કે " 21મી સદીનો જમાનો છે અને આજે સામાન્ય રીતે મા બાપ કહેતાં હોય છે કે સારી છોકરી હોય તો જોજે, તારો મેળ કરાવી દઈએ. છોકરીને પણ કહેતા હોય છે. નવરાત્રિ એ સમાજનો તહેવાર છે અને ગરબા રમવા જતી છોકરીને પણ મા-બાપ કહેતાં હોય છે કે તને કોઇ ગમે તો કહેજે, આપણે મેળ કરવી દઈશું….અને સાથે સેટિંગ પણ.” આગળ ઉર્વશી કહે છે કે, “સેટિંગ આજના જમાના અને ભાષા પ્રમાણે સહજ છે. બહેન ભાઇને પણ કહેતી હોય છે.” આગળ કહ્યું કે, મારો ભાવ બહુ સ્પષ્ટ હતો અને તેમાં ગંદકી ન હતી."

મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી - ઉર્વશી સોલંકી 

વીડિયોમાં ઉર્વશીએ કહ્યું કે તેમણે આ વાત રમૂજમાં કરી છે. પોતાના સ્વભાવ વિશે કહેતા ઉર્વશીએ કહ્યું કે ખૂબ ‘સહજ’ અને ‘રમુજી’ છે અને ગંભીર વાતોને સહજતાથી રજૂ કરી દે છે. જેથી તેમણે સહજ અને સામાન્ય રીતે પોતાની વાતો રજૂ કરી હતી. સાથે એમ પણ કહ્યું કે, વીડિયો વાયરલ થયો તે તેમને ગમ્યો કારણ કે તેનાથી આ વાતો પર ચર્ચા કરવાની તક મળી. આગળ તેમણે કહ્યું કે  સ્ટેજ પરથી શું બોલી છું, કે શું રમૂજ કરી છે, એ મને બરાબર ખબર છે. એક ગુજરાતી તરીકે, હિંદુ સ્ત્રી તરીકે મને ખબર છે મારે શું બોલવું અને શું ન બોલવું. મને મારા એક પણ શબ્દનો અફસોસ નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે