અમેરિકા પરથી નાદારીનું સંકટ ટળ્યું, US કોંગ્રેસમાં ડેટ સીલિંગ બિલ પાસ, હવે સેનેટ પર નજર


  • Published By :
  • Published Date : 2023-06-01 14:51:45

અમેરિકા પર તોળાઈ રહેલું ડેટ સીલિંગનું સંકટ હવે ટળ્યું છે.અમેરિકાની કોંગ્રેસ બુધવારે ટ્રેઝરી દ્વારા નક્કી કરાયેલી સમય મર્યાદાના 5 દિવસ પહેલા જ દેવાની મર્યાદા વધારવાના બિલને પાસ કરી દીધું છે. 5 જૂને અમેરિકામાં દેવાની મર્યાદા વધારવા માટે છેલ્લી તારીખ હતી. જો આવું ન થયું ન હોત તો અમેરિકા ઈતિહાસમાં સૌપ્રથમ વખત દેવાળીયું બની ગયું હોત. અમેરિકાના પ્રમુખ જો બિડેન અને હાઉસ સ્પિકર કેવિન મેક્કાર્થી વચ્ચે  ડેટ સીલિંગ મુદ્દે ચર્ચા થઈ હતી.ત્યાર બાદ બાઇડને સેનેટને વહેલી તકે મતદાન કરવા અને આ બિલ પાસ કરાવવા અપીલ કરી હતી. કોંગ્રેસની પ્રતિનીધી સભાએ આ બિલ પાસ દીધું છે.


બિલની તરફેણમાં 314 મત પડ્યા 


અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાં ડેટ સીલિંગની તરફેણમાં 314 મત પડ્યા હતા, જ્યારે 117 નેતાઓએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બુધવારે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંનેના સમર્થન સાથે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ  (The Fiscal Responsibility Act) પસાર કરવામાં આવ્યો હતો. અમેરિકન કોંગ્રેસના નીચલા ગૃહમાંથી પસાર થયા બાદ ઉપલા ગૃહ સેનેટમાં મોકલવામાં આવશે. બાઇડને કહ્યું કે, આ પગલાએ અમેરિકાને ડિફોલ્ટના જોખમથી બચાવી લીધું છે. જો સેનેટ દ્વારા પણ આ બિલ પાસ થઈ જશે તો અમેરિકાની દેવાની મર્યાદા બે વર્ષ માટે વધી જશે. વર્ષ 1960થી અમેરિકામાં દેવાની મર્યાદામાં 78 વખત ફેરફાર કરવામાં આવ્યા છે.


ડિફોલ્ટનો ખતરો ટળી ગયો!


અમેરિકાની કોંગ્રેસે ડેટ સીલિંગ બિલને મંજૂરી આપ્યા બાદ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી એક મોટો ખતરો ટળી ગયો છે. આ સાથે જ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સંભવિત નુકસાનમાંથી પણ રાહત મળી છે. જો અમેરિકા ડિફોલ્ટ થયું હોત તો માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની અસર ભોગવવી પડી હોત. અમેરિકામાંથી 83 લાખ નોકરીઓ પર સંકટ સર્જાયું હોત. અમેરિકાની શેરબજાર ધરાશાહી થઈ ગયું હોત. અમેરિકન જીડીપીમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હોત. દેશમાં બેરોજગારીનો દર 5 ટકાથી વધુ વધ્યો હોત. બેન્કિંગ કટોકટીમાં પણ વધુ વધારો જોવા મળ્યો હોત. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોત અને અમેરિકાની સાથે આખું વિશ્વ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયું હોત.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે