તો શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે નષ્ટ નથી થયું?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-28 16:01:53

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે  તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે. 

Iran's Fordo Nuclear Site Said to Look Severely Damaged, Not Destroyed -  The New York Times3,000 × 1,688

ઈરાન અને તેનું ફોરદો પરમાણુ મથક હાલમાં ખુબ જ ચર્ચામાં છે. ઇઝરાયેલ અને યુએસએ તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . એટલુંજ નહિ અમેરિકાએ તેની પર બી ૨ સ્ટીલ્થ બોમ્બર વિમાનો થકી બૉમ્બ મારો પણ કર્યો છે . તો પછી હવે અહીં એક પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે , શું ઈરાનનું ફોરદો પરમાણુ મથક સંપૂર્ણપણે બરબાદ થયું છે કે નહિ? આનો જવાબ આપણને મળે છે યુએસના એક ખાનગી રિપોર્ટમાં . BBC સમાચાર સંસ્થાએ અમેરિકન DIA સંસ્થાનો એક રિપોર્ટ છાપ્યો છે. જેમાં ફોરદો પરમાણુ મથકની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. વાત છે વર્ષ ૨૦૦૯ની તો , ત્યારે યુએસની જાસૂસી સંસ્થાઓને ખબર પડી કે , ઈરાન ફોરદોમાં એક ખુફિયા ન્યુક્લિયર સાઈટ ચલાવી રહ્યું છે. પશ્ચિમી દેશો આ જગ્યાને સતત મોનિટર કરી રહ્યા હતા. પછી ઈઝરાયલે અને અમેરિકાએ તેને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી પરંતુ , DIA સંસ્થાના લીક થયેલા ગુપ્ત રિપોર્ટ મુજબ ફોરદો પરમાણુ મથકને મજબૂત કોન્ક્રીટએ  બચાવી લીધું . પરંતુ હુમલા પછીના તમે ફોરદો પરમાણુ મથકના ફોટોસ જોશો તો તમને મોટા મોટા ખાડા દેખાશે . પરંતુ આ સબૂત પૂરતા નથી કે , તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે.   DIA ( ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના) ના લીક થયેલા રિપોર્ટ અનુસાર , ઈરાન પરમાણુ કાર્યક્રમના મેઈન કમ્પોનન્ટસ નષ્ટ નથી થયા. અમેરિકી અને ઇસરાઈલી હુમલાઓએ ત્યાં ખાલી થોડાક સમય માટે ડેવલપમેન્ટને રોક્યું છે . તે પણ ખાલી થોડાક મહિનાઓ માટે. DIAના રિપોર્ટ અનુસાર જમીનની નીચે કેટલું નુકશાન થયું તેની ખુબ ઓછી જાણકારી પ્રાપ્ત થાય છે. દેખાવમાં તે ખાડા જેવું દેખાય છે. ફોટોસ મુજબ તો એવું સ્પષ્ટ થાય છે કે , અમેરિકા પરમાણુ મથકના તે મેન હોલ સુધી પહોંચી જ નથી શક્યું. 

Born In The USA: How America Created Iran's Nuclear Program : Parallels :  NPR

બીજી સૌથી મહત્વની વાત એ છે કે , ઈરાને પોતાનું હાઈલી એનરિચ્ડ યુરેનિયમ સ્ટોક અમેરિકન હુમલાઓ પેહલા જ  મોટા ટ્રક વડે બીજે પહોંચાડી દીધું હતું.  ક્યાં પહોંચાડ્યું છે  તેની જાણકારી ના યુએસ પાસે છે ના તો ઇઝરાયેલ પાસે . પરમાણુ કાર્યક્રમને યથાવત રાખવા માટે ન માત્ર યુરેનિયમની જરૂર પડે છે પરંતુ , ખુબ હોંશિયાર વૈજ્ઞાનિકોની જરૂર પણ પડે છે. ઈઝરાઈલે શરૂઆતના હુમલાઓમાં ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિકોનો અંત કરી નાખ્યો છે. પરંતુ તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ક્યાં સુધી રોકી શકશે તે ખુબ મોટો પ્રશ્નાર્થચિન્હ છે . હવે વાત કરીએ કે , પશ્ચિમ એશિયામાં કેમ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી તણાવ વર્તાઈ રહયો છે. પહેલું કારણ છે , ઈરાને સમગ્ર પશ્ચિમ એશિયામાં બનાવ્યું છે , એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. ( હમાસ , હેઝબોલાહ અને હુથી બળવાખોરો) જે ઇઝરાયેલ અને પશ્ચિમી દેશોને ચેલેન્જ આપતા આપતા રહે છે . બીજું છે , ઈરાન પરમાણુ બૉમ્બ બનાવી સમગ્ર પશ્ચિમ એશિયામાં ન્યુક્લિયર બેલેન્સ છે જે હાલમાં ઇઝરાયેલની તરફેણમાં છે તેને પોતાની તરફ ફેરવવા માંગે છે એટલેકે ઇઝરાયેલનો ન્યુક્લિયર ડિટર્સન્સ પૂરો કરવા માંગે છે .  શક્ય છેકે ,જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો તે , સાઉદી અરેબિયાને પણ આપી શકે છે . તેનાથી ઇઝરાયેલના અસ્તિત્વને ખતરો છે. હવે વાત કરીએ , હાલમાં કેમ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે થોડાક સમય માટે યુદ્ધ શાંત થયું તો તેનો જવાબ છે કે , ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ્સ જે ઇઝરાયેલની આર્યન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જેના કારણે ઇઝરાયેલના શહેરોમાં ભારે  નુકશાન થયું છે.    




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.