અમેરિકામાં ભારતીયોને મળશે દિવાળીની રજા, અમેરિકાની કોંગ્રેસમાં બિલ રજૂ


  • Published By :
  • Published Date : 2023-05-29 14:52:48

અમેરિકામાં રહેતા ભારતીયો પણ હવે દીવાળીની મજા માણી શકશે. અમેરિકન કોંગ્રેસમાં દિવાળીને ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ શુક્રવારે રજૂ થયું હતું. અમેરિકન ક્રોંગ્રેસના મહિલા સાંસદ ગ્રેસ મેંગે ફેડરલ રજા જાહેર કરવા માટે બિલ રજૂ કર્યું હતું. ગ્રેસ મેંગે શનિવારે ટ્વીટ કરીને લખ્યું કે, આજે મને દિવાળી ડે એક્ટની જાહેરાત કરતા ગર્વ થાય છે, મારું બિલ જે દિવાળીને ફેડરલ રજા બનાવશે. મારા તમામ સરકારી સાથીદારો અને ઘણા વકીલોનો આભાર કે જેઓ તેમનો ટેકો વ્યક્ત કરવામાં મારી સાથે જોડાયા હતા. દીપાવલીને 12મી ફેડરલ રજાને માન્યતા આપવામાં આવશે.


દિવાળી ડે એક્ટ પસાર


અમેરિકન કોંગ્રેસમાં દિવાળી ડે એક્ટ પસાર થતાં હવે અમેરિકામાં 12મી સંઘીય માન્યતા જાહેર રજા બની જશે. મેંગે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બિલ રજૂ કર્યા પછી તરત જ યુએસમાં વર્ચ્યુઅલ ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, દિવાળી એ વિશ્વભરના અબજો લોકો અને ક્વીન્સ, ન્યૂયોર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે.અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટે દિવાળીને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવાનું બિલ પસાર કર્યું હતું, પેન્સિલવેનિયા સ્ટેટ સેનેટના સભ્ય નિકિલ સવાલે એક ટ્વિટમાં જાહેરાત કરી હતી.


PM મોદી અમેરિકાની મુલાકાતે જશે


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન દ્વારા આયોજિત વ્હાઈટ હાઉસ, સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં એક સ્ટેટ ડિનરમાં પણ હાજરી આપશે. સાથે જ ભારતીય સમુદાયના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે