અમેરિકા: અલાબામાના શેરફિલ્ડમાં ભારતીય મૂળના મોટેલ માલિક પ્રવીણ પટેલની હત્યા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-02-15 22:37:50

અમેરિકામાં ભારતીય મૂળના મોટેલ માલિકો પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.  અમેરિકાના અલાબામાના શેફિલ્ડ શહેરમાં હિલક્રેસ્ટ નામની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે હત્યા કરી નાખવામાં આવી હતી. 76 વર્ષીય મોટેલ માલિક પ્રવીણભાઈ પટેલ પર  34 વર્ષના યુવક વિલિયમ જેરેમી મૂરે ગોળીબાર કર્યો હતો. પ્રવીણભાઈ પટેલ અને વિલિયમ જેરેમી મૂર વચ્ચે રૂમના ભાડા મામલે તકરાર થઈ હતી બાદમાં યુવકે તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી.


હત્યારાની ધરપકડ


શેફિલ્ડ પોલીસે આ મામલે વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રવીણભાઈ પટેલની અલાબામાના ટસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


મૃતકનો પરિવાર શોકમગ્ન


મૃતક પ્રવીણભાઈ પટેલના પરિવાર પર જાણો આભ તુટી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની રેણુકાબેન પટેલ અને બાળકો નીતલ પટેલ (સંદીપ) અને નિર્મલ પટેલ (જીનલ) છે. તેમને ત્રણ ભાઈઓ, હર્ષદ, ઈન્દ્રવદેન અને હરેન્દ્ર પટેલ, એક બહેન, મંજુ પટેલ અને પૌત્રો જયદેન, મૈયા, લીયા અને આરિયાના પટેલ પણ છે. તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે