Uttar Pradesh : પતિએ ચાની ઈચ્છા વ્યક્ત કરી તો ગુસ્સામાં આવીને પત્નીએ તેની આંખમાં કાતર મારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:19:37

આપણામાંથી અનેક લોકો એવા હશે જે ચાના શોખીન હશે. ઠંડીનું વાતાવરણ હોય અને ગરમ ચા મળી જાય તો ચાના રસીયાઓને જન્નત મળી ગઈ હોય તેવો અહેસાસ થાય. ઠંડીની સિઝનમાં ચા પીવાની અલગ જ મજા હોય છે. અને જો ચા બનેલી મળી જાય તો તો વાત જ ન પૂછો! આજે ચાની વાત એટલા કરવી છે કારણ કે ગરમ ચા પીવાની ઈચ્છા ઉત્તરપ્રદેશનમાં રહેતા એક વ્યક્તિને મોંઘી પડી છે. ચા પીવાની ઈચ્છા અંકિત નામના વ્યક્તિએ પોતાની પત્ની સામે વ્યક્ત કરી તો પત્નીએ તેની આંખમાં કાતર ઘૂસાડી દીધી.

News & Views :: ચા પીધા પછીની 10 મિનિટમાં શરીરમાં શું થાય છે?

પત્ની પતિ વચ્ચે અનેક વખત થતાં હતા ઝઘડા 

ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિની આંખમાં કાતર વડે હુમલો કર્યો છે. વાત એમ હતી કે પતિને ગરમ ચા પીવાની ઈચ્છા થઈ, પત્નીને આ અંગેની વાત કરી, પત્ની રોષે ભરાઈ અને પતિ પર હુમલો કરી દીધો. મળતી માહિતી અનુસાર બરૌતના રહેવાસી અંકિત (28)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રામલા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂપ ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. લગ્ન પછીના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે બોલાચાલી અને મારપીટ થવાની શરૂ થઈ ગઈ. 

ભલે આપ હોવ ચાના ચરસી પણ ચા વિષે આ વાત તો નહીં જ જાણતા હોવ - Khabri Media

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી!

આ બધા વચ્ચે અંકિતે ચાની માગણી કરી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. રૂમની અંદર ગઈ. થોડા સમય બાદ તે હાથમાં કાતર લઈને આવી અને અંકિતની આંખમાં ઘૂસેડી દીધી. જમીન પર લોહીલુહાણ હાલતમાં અંકિત પડી ગયો. અવાજ સાંભળી અંકિતના પરિવારના સભ્યો ત્યાં આવ્યા. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસના ડરથી પત્ની ત્યાંથી ફરાર થઈ ગઈ. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 






મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.