Uttarakhand Tunnel : 41 શ્રમિકોને બહારમાં કાઢવા માટે બનાવાયા અલગ અલગ પ્લાન પરંતુ બધા નિષ્ફળ! જાણો હવે કઈ પદ્ધતિનો કરાશે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-11-27 14:16:36

ઉત્તરાખંડમાં દિવાળી પહેલા એક ઘટના બની હતી. નિર્માણાધીન ટનલ પડી જવાને કારણે 41 શ્રમિકોના જીવ જોખમમાં છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે બધી નિષ્ફળ સાબિત થઈ છે. શ્રમિકોને બહાર કાઢવવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ડ્રિલીંગ મશીન અનેક વખત બંધ પડી રહ્યું છે જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ છે. ટનલ આગળ ડ્રિલીંગ મશીન ખરાબ થઈ રહી છે! કોઈ મશીન નથી ટકી શક્યું જેને કારણે હવે મેન્યુઅલ ડ્રિલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. એક સાથે બે-ત્રણ વિકલ્પો પર કામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ટિકલ ડ્રીલિંગની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.   

 



અલગ અલગ નેતાઓ છે ત્યાં હાજર 

ઉત્તરાખંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 41 શ્રમિકો ટનલની નીચે ફસાઈ ગયા છે. સલામત રીતે શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 15 દિવસથી 41 શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ડ્રિલીંગ મશીનોને કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે બધા ઉપાયોમાં નિષ્ફળતા મળી રહી છે. હજી સુધી શ્રમિકો સુધી નથી પહોંચી શકાયું. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પણ સતત આ મામલે અપડેટ થઈ રહ્યા છે. પી.કે.સચિવ, અજય કુમાર ભલ્લા સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તે માટે કેન્દ્રીય મંત્રી વી.કેસિંહે ટનલ પાસે બનેલા નાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. 


41 શ્રમિકોને બહાર કાઢવા માટે કરાઈ રહી છે કામગીરી

મહત્વનું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે 14 નવેમ્બરથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વિદેશથી મશીન પણ રેસ્ક્યુ માટે મંગાવવામાં આવ્યું પરંતુ તે પણ ઉપયોગી સાબિત નથી થયું. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે. અને આ કામગીરી પૂર્ણ કરવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે. મહત્વનું છે કે અનેક દિવસો વીતિ ગયા પરંતુ હજી સુધી શ્રમિકો બહાર નથી આવ્યા. ક્યારે આવશે તેની જાણ નથી કારણ કે અનેક વખત આ રેસ્ક્યુની કામગીરીને અટકાવી પડી છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. ત્યારે આ ટનલમાં ફસાયેલા શ્રમિકો જલ્દી સુરક્ષિત બહાર નીકળે તેવી આશા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે