Uttarkashi Tunnel: અમેરિકાના ઓગર મશીને 25 મીટર સુધી કર્યું ડ્રિલિંગ, મજુરોની સુરક્ષાની આશા વધી


  • Published By :
  • Published Date : 2023-11-17 15:27:22

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારા ટનેલમાં 6 દિવસોથી ફસાયેલા 40 મજુરોને બહાર કાઢવા માટે અમેરિકાના ઓગર મશીનથી પાઈપ નાંખવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 મીટર સુધી ઓગર મશીન દ્વારા ડ્રિલ કરવામાં આવ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો માટે ઓક્સિજન, ખાદ્ય સામગ્રી, દવાઓનો પુરવઠો સતત પુરો પાડવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ જનરલ મેનેજર કર્નલ દીપક પાટિલના જણાવ્યા પ્રમાણે પ્લાન બીની સફળ થવાની સંભાવના વધુ હતી. તેમણે કહ્યું કે સંભવિત યોજના માટે પણ ઉપકરણો અને મશીનો ઉપલબ્ધ છે. જો પ્લાન સફળ રહ્યો તો આજે સાંજ સુધીમાં તમામ મજુરોને બહાર નિકાળી શકાશે. 


અમેરિકાથી મંગાવવામાં આવ્યું મશીન


અમેરિકાના ઓગર મશીનથી અત્યાર સુધી 25 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચુકી છે. શુક્રવાર સવારે ડ્રિલિંગના વખતે બોલ્ડર લાવવામાં આવ્યું હતું. અમેરિકાના ઓગર મશીનથી 900 એમએમ વ્યાસથી લગભગ 10થી 12 પાઈપ નાખ્યા છે. 


5 દિવસથી ફસાયા છે મજુરો


સિલક્યારા સુરંગ દુર્ઘટનાના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. આ જે રેસ્ક્યુનો છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગમાં ફસાયેલા 40 મજુરોને બચાવવા માટે દેહરાદુનથી ઓગર મશીન મંગાવવામા આવ્યું હતું.  આ મશીન ત્રણ હેરક્યુલિસ વિમાનોથી ચિન્યાલીસૌડ હવાઈ મથકે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે યમનોત્રી હાઈવે પર સિલક્યારા ટનેલનો એક ભાગ 12 નવેમ્બરે રવિવારે સુવારે ઢળી પડ્યો હતો. જેમાં 40 મજુરો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે કાટમાળમાં શક્તિશાળી અમેરિકા ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો પૈકી 15 ઝારખંડના ત્યારે અન્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા અને આસામના વતની છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.