Uttarkashi Tunnel Collapse: 10 દિવસથી ટનલની અંદર ફસાયા છે 41 શ્રમિકો, શ્રમિકોની પરિસ્થિતિ જાણવા મોકલાયો કેમેરો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 10:19:58

ઉત્તરકાશીમાં છેલ્લા ઘણા સમયથી ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. શ્રમિકોને સુરશ્રિત ટનલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનની મદદથી ઓક્સિજન શ્રમિકોને પહોંચાડાઈ રહ્યું છે. શ્રમિકોના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરંગની અંદર સીસીટીવી કેમેરો મોકલવામાં આવ્યો છે જેના ફૂટેજ સામે આવ્યા છે. સુરંગની અંદર કેટલા શ્રમિકો ફસાયા છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.           

10 દિવસ વીતિ ગયા પરંતુ હજી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન  

દિવાળીના સમય દરમિયાન ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. જીવન અને મરણ વચ્ચે શ્રમિકો ઝોલા ખાઈ રહ્યા છે. પાઈપલાઈનની મદદથી શ્રમિકોને પાણી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રમિકોનો જીવ બચી જાય તે માટે અનેક જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. 


સુરંગની અંદરના સીસીટીવી આવ્યા સામે 

પીએમ મોદી પણ શ્રમિકોની મદદે આવ્યા છે. સતત આ ઘટના પર વોચ રાખવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે સુરંગમાં ફસાસેયા શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમામ શ્રમિકો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. મહત્વનું છે કે 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા નથી મળી! શ્રમિકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.       



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..