Uttarkashi Tunnel Rescue : ગઈકાલે પૂર્ણ થવાની હતી કામગીરી પરંતુ મળી અસફળતા!શ્રમિકો થોડા મીટર જ દૂર છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:15:53

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે એવા સમાચાર હતા કે માત્ર થોડા કલાકોની અંદર શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી જશે. આ સમાચાર સામે આવતા શ્રમિકોના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. તેમને એવું હતું કે થોડા કલાકોની અંદર તે પોતાના પરિવારજનને મળશે પરંતુ હજી સુધી તેઓ પોતાના પરિવારના સભ્યને મળી શક્યા નથી. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં તો પહોંચી ગયું છે, થોડા મીટર જ બાકી છે પરંતુ આ થોડા મીટરનું અંતર કાપવું અઘરૂં છે.

 

રેસ્ક્યુ કામગીરીનો આજે 13મો દિવસ!

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ટેક્નોલોજી, અલગ અલગ રીતથી પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવ કામગીરી માટે વિવિધ ટીમો પણ ઉપસ્થિત છે. એમ્બ્યુલન્સને પણ રાખવામાં આવી છે ઉપરાંત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શ્રમિકોને સારવાર ત્વરીત મળી રહે. રેસ્ક્યુની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટનલમાં ફસાયેલાએ  41 શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અંતિમ તબક્કામાં આ કામગીરી પહોંચી છે પરંતુ અંતિમ તબક્કામાં કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શુક્રવારે બચાવ કામગીરીનો 13મો દિવસ છે. 

ગઈકાલે પૂર્ણ થવાની હતી રેસ્ક્યુની કામગીરી પરંતુ...  

આમ તો આ રેસ્ક્યુ ગઈકાલે જ પૂર્ણ થઈ જશે તેવી આશા હતી, અધિકારીઓએ પણ આવી આશા રાખી હતી પરંતુ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું. થોડા જ મીટરનું અંતર બાકી હતું ત્યારે અનેક વખત ડ્રિલ મશીન બંધ પડી ગયું. મશીન બગડી જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનને સ્થગિત કરવામાં આવ્યું, ત્યારે એવી માહિતી સામે આવી છે કે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્યને આગળ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે