વડોદરાઃ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:10:55

વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. ટ્રક અને છકડાનો અકસ્માત થતાં મૃતદેહોને છકડાના પતરા કાપીને કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો. વડોદરા ફાયર વિભાગની ટીમ અને એરફોર્સના જવાનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 


ટ્રકના કન્ટેઈનરમાં ઘૂસી ગયો છકડો

ટ્રક સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે દરજીપુરા વિસ્તાર નજીક રોંગ સાઈડથી આવતા રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં 11 લોકોના મોત થયા છે. 


ઘટનામાં સામે આવ્યું છે કે મૃતકો, ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો હતા. અને હાલ વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર હોસ્પિટલ પહોંચ્યાં અને સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ હોસ્પિટલ આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપાઇ હતી

 

 

કલેક્ટરે શું કહ્યું ?  

અકસ્માત મુદ્દે જિલ્લા કલેક્ટર એ.બી.ગોરનું નિવેદન આપ્યું તેમણે કહ્યું અન્ય વાહનને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહએ કહ્યું છે મૃતકો વડોદરા શહેરનાં સોમાતલાવ વિસ્તારનાં રહીશો હતા 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.