Vadodara : ગરમીથી ટ્રાફિક પોલીસકર્મીઓને રક્ષણ મળે માટે અપાયા એસી હેલ્મેટ, હેલ્મેટથી મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-18 14:55:25

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે.. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોલીસનું કામ એવું છે કે રસ્તા પર જ તેમને રહેવું પડતું હોય છે.. ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા પોલીસ જવાનોની હાલત કફોડી બની જાય છે, ગમે તેટલી ગરમી કેમ ના હોય તેમને પોતાની ફરજ પર હાજર રહેવું પડતું હોય છે.. ત્યારે પોલીસકર્મીને ગરમીથી રક્ષણ મળે તે માટે એક અનોખું હેલ્મેટ વિકસાવામાં આવ્યું છે.. વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 

પોલીસ કર્મીઓને કરવો પડે છે ગરમીનો સામનો 

પોલીસકર્મીની ચર્ચા અનેક વખત થતી હોય છે. તેમની કામગીરી પર અનેક વખત સવાલ પણ થતા હોય છે.. સવાલ ઉઠવા પણ જોઈએ પરંતુ આ બધા વચ્ચે એક વાત એવી પણ છે કે જો રસ્તામાં ટ્રાફિક પોલીસ ના ઉભી હોય તો ટ્રાફિક વ્યવસ્થા નથી સચવાતી..!  જો ટ્રાફિક પોલીસ ના હાજર હોય તો અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. ભલેને ગરમીનો હોય, ઠંડી હોય કે વરસાદ હોય પોલીસને ત્યાં હાજર રહેવું પડે છે જ્યાં તેમની ડ્યુટી હોય છે.. 


એસી હેલ્મેટથી સુસજ્જ કરાયા પોલીસકર્મીઓને 

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે... કાળઝાળ ગરમીનો અનુભવ હાલ લોકોને થઈ રહ્યો છે. અસહ્મ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત ટ્રાફિક પોલીસની થતી હોય છે.. ત્યારે ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ એસી હેલ્મેટને કારણે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળશે... મળતી માહિતી અનુસાર 450 ટ્રાફિક પોલીસ જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.. 


પોલીસકર્મીઓને મળશે ગરમીથી રાહત 

મહત્વનું છે કે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીને કારણે અનેક લોકો ગંભીર રીતે બિમાર પડતા હોય છે...  હિટ સ્ટ્રોકની અસર અનેક લોકો પર જોવા મળતી હોય છે... ત્યારે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.