Vadodara : Cool Mums of Baroda કરી રહ્યું છે Exhibition & Kids carnivalનું આયોજન, જાણો ક્યાં અને ક્યારે થવાનું છે Exhibition?


  • Published By :
  • Published Date : 2024-05-25 18:56:51

સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે.. મહિલાઓ પોતાની આવડતને, પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અનેક વર્ક શોપ યોજાતા હોય છે, exhibition થતા હોય છે. ત્યારે વડોદરામાં Cool Mums of Baroda દ્વારા  exhibition અને  Kids carnivalનું આયોજન કરવામાં આવી રહ્યું છે બીજી જૂન 2024એ.. જેમાં શોપિંગ, ખાવા સહિત વિવિધ પ્રકારના 40 સ્ટોલ હશે ઉપરાંત બાળકો માટે અનેકો એક્ટિવી હશે.. 


Cool Mums of Baroda બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં.. 

એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરને સાચવતી હતી.. પરિવારના સભ્યોની દેખરેખ પાછળ પોતાનો સમય ફાળવતી પરંતુ હવે સમય બદલાયો છે... પરંતુ ધીરે ધીરે સમય બદલાયો છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે.. સોશિયલ મીડિયાના માધ્યમ પર અનેક ગ્રુપ ચાલતા હોય છે જેમાં મહિલાઓ પોતાની આવડતને રજૂ કરતી હોય છે. અનેક મહિલાઓ બિઝનેસ પણ કરતી હોય છે અને આવા પ્લેટફોર્મ તેમના બિઝનેસને આગળ વધારવામાં પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું જ એક ગ્રુપ છે  Cool Mums of Baroda જેના ફાઉન્ડર છે કૃતિ પંડ્યા. 


2 જૂને આ ગ્રુપ દ્વારા કરાયું છે exhibitionનું આયોજન  

Cool Mums of Baroda એક ફેસબુક ઓરિએન્ટેડ ગ્રુપ છે જેમાં 7.5 હજાર જેટલી મહિલાઓ જોડાઈ છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહી છે. ત્યારે આ ગ્રુપે 2 જૂને અલ્કાપુરી ક્લબમાં ચાર વાગે Exhibition & Kids carnivalનું આયોજન કર્યું છે જેમાં 40 જેટલા shopping અને Food Stall હશે ઉપરાંત બાળકો માટે પણ  અનેક એક્ટિવિટી રાખવામાં આવી છે.. આ exhibitionનો ભાગ બનવા માટે  9601440553 પર સંપર્ક કરી શકો છો.. તેમજ આ ગ્રુપમાં મહિલાઓ જોડાઈ શકે છે આ https://www.facebook.com/groups/800121003680642/?ref=share_group_linkથી..   



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.