વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ Leadership and Change Managementનો કોર્સ કર્યો પૂર્ણ, જાણો કોર્સની શું છે વિશેષતા?


  • Published By :
  • Published Date : 2024-06-01 15:23:22

વડોદરા લોકસભા બેઠકના યુવા તેમજ શિક્ષિત ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ દેશની સર્વોત્તમ મેનેજમેન્ટ સંસ્થા IIM Ahmedabadમાંથી Leadership and Change Managementનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.. આઈઆઈએમને મેનેજમન્ટ માટેની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે.. આઈઆઈએ દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવતા હોય છે.. ડો. હેમાંગ જોષી દ્વારા  IIM Ahmedabad અંતર્ગત બીજો કોર્સ પુર્ણ કરવામાં આવ્યો છે.. 

IIM દ્વારા લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટનો કોર્સ કરાયો શરૂ

જે કોર્સનો તેમણે અભ્યાસ કર્યો તે તે અભ્યાસ અંતર્ગત નેતૃત્વની સંરચના, નેતૃત્વ ના પ્રકારો, ઈમોશનલ ઈંટેલિજેન્સ, નેગોશિએશન, ઓર્ગેનાઈઝેશન કલ્ચર, ઓર્ગેનાઈઝેશન બિહેવિયર, મેનેજીંગ ચેંજ, વર્કિંગ વિથ ગ્રુપ તથા અન્ય ઘણા મહત્વપુર્ણ કેસ સ્ટડીઝ વિશે ભણાવવામાં આવતું હોય છે... IIM અમદાવાદ દ્વારા ચલાવવામાં કરવામાં આવતો લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટ પરનો એગ્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સને પરિપૂર્ણ નેતાઓ અને મેનેજર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે. 

કોણ કોણ આ કોર્સમાં જોડાઈ શકે છે? 

જો કોર્સના વિગતોની વાત કરીએ તો આ કોર્સને ખાસ કરીને ઉચ્ચ સ્તરીય મેનજર્સ માટે તેમજ નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમને પોતાની સંસ્થામાં, સંગઠનમાં ફેરફાર લાવવાની ઈચ્છા હોય. પરિવર્તન લાવવાની તેમજ નેતૃત્વ કૌશલ્યને વધારવાની ઈચ્છા હોય.. જો શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો કોર્સમાં વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, અને પ્રેક્ટિકલ કેઈસ સ્ટડીઝનો સમાવેશ થાય છે.  



શું છે આ કોર્સના પ્રમુખ વિષયો? 

આના પ્રમુખ વિષયો હોય છે લીડરશીપ ડેવલપમેન્ટ.. આ અંતર્ગત નેતૃત્વના વિવિધ પ્રકાર તેમજ તેના અભિગમ પર જોર આપવામાં આવે છે.. તે સિવાય બીજું છે ચેન્જ મેનેજમેન્ટ જેમાં સંસ્થામાં પરિવર્તન લાવવાની વ્યૂહરચના તેમજ તેનું અમલ કેવી રીતે કરવું, તેની પ્રક્રિયા શીખવાડવામાં આવે છે. તે સિવાય સંકટ વ્યવસ્થાપન અંગે પણ ભણાવવામાં આવે છે જેમાં  પડકારો અને સંકટોનો સામનો કેવી રીતે કરવો, તે  માટેની કૌશલ્ય અને વ્યૂહરચના બતાવવામાં આવે છે. તે સિવાય નેટવર્કિંગ જેમાં અન્ય વ્યવસાયિક નેતાઓ અને મેનેજર્સ સાથે કેવી રીતે સંપર્ક વધારવો તેની ભણાવવામાં આવે છે.


આશા રાખીએ ઉમેદવાર લેવામાં આવેલી તાલીમ લોકોને ઉપયોગી સાબિત થાય.. 

પ્રમુખ લાક્ષણિકતાઓની વાત કરીએ તો તેમાં અનુભવી પ્રોફેસરો તેમજ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે સિવાય કમ્પ્રેહેન્સિવ લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ અને રીઅલ-વર્લ્ડ એપ્લિકેશન પર ભાર મૂકવામાં આવે છે.  કોર્સ પૂરો કર્યા પછી, ભાગ લેનારાઓને IIM Ahmedabadના વિશાળ અલુમ્ની નેટવર્કનો ફાયદો પણ થાય છે. મહત્વનું છે કે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ આ કોર્સની તાલીમ લેનારા પોતાના સંગઠનને વધુ સક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન મેળવી શકે. આ અભ્યાસ ક્રમની અંદર ડો. હેમાંગ જોષી સાથે અન્ય ૮૮ ચયન કરાયેલા સરકારી સંસ્થાના ઉચ્ચ અધિકારી, પ્રાઈવેટ સંસ્થાઓના MD, CEO, CHRO, VP સ્તરના અધિકારી સહાધ્યાયી તરીકે જોડાયા હતા. મહત્વનું છે કે ડો. હેમાંગ જોશીએ આ કોર્સની તાલીમ એવા સમયે પૂર્ણ કરી છે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે.. આશા રાખીએ કે ભાજપના ઉમેદવાર દ્વારા લેવામાં આવેલી આ તાલીમ લોકોને ઉપયોગી થાય..       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે