Vadodara Loksabha Seat : Congress ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઉભા થયા ડખા! Congressના નેતાની પોસ્ટને કારણે હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-03 18:08:43

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે-બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રસને હજી મુરતિયો મળતો નથી. જો કે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે. કોંગ્રેસના જ એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે, પૈસા લઇને ઘરે બેસી જાય, એવાને ટિકિટ ન આપતા..... 

કોંગ્રેસમાં જોવા મળ્યા આંતરિક ડખા!

ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે, તેમની પાર્ટીમાં પણ આવા જ ડખા ચાલી રહ્યા છે. કારણ કે, હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે. વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે... વડોદરા કોંગ્રેસના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાર્ટીને ટકોર કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતાં હડકંપ મચી ગયો છે. 


સોશિયલ મીડિયા પર છેડાયો વોર!

આ પોસ્ટમાં અમિત ઘોટીકરે જણાવ્યું કે, "લોકસભા ટીકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે" અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા. ત્યારબાદ અમિત ઘોટીકરની આ પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, "મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂને હટાવો." આ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને લઈને પોસ્ટ કરવા લાગ્યા.... તો કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો 1 પૈસો પણ જોઇતો નથી... 


શું લખ્યું સોશિયલ મીડિયા પર ?

હેમંત કોલેકરે કોમેન્ટમાં લખ્યું છે કે, જેણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનાં કાવતરાં ભૂતકાળમાં કર્યાં હોય તે તપાસ કર્યાં પછી ઉમેદવાર મૂકશો નહીં, તે પાછા સનમ હમ ડૂબે તો તુમે લે ડૂબે ડાયલોગ..... કેટલાકે તો એવું પણ લખી દીધું કે, પૈસા લઈને ઘરે બેસી જાય...એવાને ટિકિટ ન આપતા.. તો એક યુઝરે ચંદ્રકાંત શ્રીવાસ્તવને લડાવવા જોઇએ તેવી વાત કરી, તેની સામે પણ કેટલાક લોકોએ કોમેન્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, એ લીડર છે જે સંગઠન અને પાર્ટી બંનેને સંયમથી અને સારી રીતે સંભાળી શકે છે. સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે મારું આ અનુમાન છે.


સોશિયલ મીડિયા પર ટિકીટ વોર શરૂ થઈ ગયો

તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, તે પહેલાં સોશિયલ મીડિયા પર ટિકિટ વોર શરૂ થઈ ગઇ છે, ત્યારે હવે કોંગ્રેસ વડોદરામાં કોને પોતાનો ચહેરો બનાવે છે, તેના પર સૌ-કોઈની નજર છે. યુવા કે અનુભવી, આયાતી કે કોઈ નવા જ ઉમેદવારને તક મળશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે....



ગુજરાતના રાણીપમાં પીએમ મોદી મતદાન કરવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે લોકોને તેમને જોવાનો ઉત્સાહ હોય છે ત્યારે તે ઉત્સાહ આજે પણ લોકોમાં જોવા મળ્યો હતો..

દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે...

ગુજરાતમાં આજે ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. તાપમાનનો પારો આજે વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. અનેક જગ્યાઓ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે.