Vadodara : સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને મોકલતા માતા પિતા જોઈ લો આ વીડિયો! ચાલુ સ્કૂલવાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ, જુઓ વિચલીત કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 19:20:28

વડોદરાથી એક વીડિયો સામે આવ્યો જે વાલીઓ માટે ચોંકાવનારો તેમજ લાલબત્તી સમાન છે.. અનેક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ વાનથી શાળાએ મોકલે છે.. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં બાળકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે.. ક્ષમતા કરતા વધારે બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે, તો કોઈ વખત વાન વાળા બેફામ ગાડી ચલાવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂરપાટે ગાડી સોસાયટીની અંદરથી પસાર થઈ રહી છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પડી ગઈ..  

વડોદરાથી સામે આવ્યો વીડિયો જે.. 

બાળકોના જીવ અનેક વખત જોખમમાં મૂકાઈ જતા હોય છે. ઘેંટા બકરાની જેમ છોકરાઓને વાનમાં ભરી દેવામાં આવે છે, બેફામ રીતે અનેક ડ્રાઈવરો ગાડી ચલાવે છે.  બાળકોની સુરક્ષાને લઈ પણ અનેક સવાલો ઉભા થાય છે ત્યારે એક વીડિયો વડોદરાથી સામે આવ્યો છે જેમાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ નીચે પટકાઈ... ભગવાનનો આભાર માનીએ કે સામાન્ય ઈજા સિવાય કશું થયું નથી.... આ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ એટલે ખબર પડી કે વાનમાં બાળકો કેટલા સુરક્ષિત છે... 



વિદ્યાર્થીનીઓ જમીન પર પટકાઈ ગઈ.. 

જે વીડિયો સામે આવ્યો છે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે વાન સોસાયટીની એક ગલીમાંથી નિકળે છે, માત્ર થોડા મીટર વાન આગળ આવે છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ  જમીન પર પટકાઈ જાય છે. ડિકીનો દરવાજો ખુલી જાય છે. વિદ્યાર્થીની સાથે સાથે તેમનું સ્કૂલ બેગ પણ પડે છે. આ દ્રશ્ય જોતા નજીકમાં ઘરની બહાર બેઠેલા લોકો ત્યાં આવી જાય છે અને વિદ્યાર્થીનીઓને ઉભા કરે છે. 




વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા શું લેવાશે પગલા? 

આ મામલે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ વાન ચાલક સ્પીડમાં ચલાવતો હતો... તો ક્યા પગલા લેવાય શકે એવું જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, લાયસન્સ રદ્દ થઈ શકે, આરસી બુક રદ થઈ શકે...  આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના 19 તારીખની છે. વીડિયો વાયરલ થતાં જ હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.... આ મામલે પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 


દરેક વાલીઓને વિનંતી કે...  

વિદ્યાર્થિનીઓ પડી ગઈ છે પણ બહુ વાગ્યું નથી... પણ છતાંય આ બેદરકારી ન ચલાવી લેવી જોઈએ.... દરેક વાલીને પણ વિનંતી કરું છું. માત્ર વાન નહીં પણ ડ્રાઈવરને પણ ચેકિંગ કરવું જોઈએ... બધુ જ કાયદો કરી દેશે એવું હું ના માનતા. દરેકે જાગૃત થવું જોઈએ... આ પ્રસંગમાં વાલીઓને પણ વિનંતી કે જાગૃત થાવ.... અને વાન ચાલકોને પણ વિનંતી કે ધ્યાન રાખો.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે