Vadodara ભાજપમાં ખરેખર શું છે..? મતદાતાઓએ કર્યો રંજન ભટ્ટનો વિરોધ! અનેક જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર, ભભૂકી ઉઠી રોષની લાગણી!


  • Published By :
  • Published Date : 2024-03-20 14:22:20

ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મતદાતાઓનો રોષ પણ જોવા મળશે. કોઈ વખત ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગશે અથવા તો ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગશે. વડોદરાના ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી એવું લાગે છે કે ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ મતદાતાઓનો રોષ જોવા મળ્યો છે. વડોદરામાં અનેક જગ્યાઓ પર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. 

રંજન ભટ્ટને રીપિટ કરાતા ભાજપમાં શરૂ થયો હતો આંતરિક ડખો! 

ભાજપ માટે કહેવામાં આવે છે કે અનેક વખત એવા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે જેને લઈ લોકો તો ઠીક પરંતુ કાર્યકર્તાઓ પણ અચંબીત થઈ જતા હોય છે! આ વખત એવું લાગતું હતું કે અનેક નવા ચહેરાને ઉમેદવાર તરીકે ભાજપ ઘોષિત કરી શકે છે. પરંતુ આ વખતે અનેક સાંસદોને રીપિટ કરવામાં આવ્યા છે. તેમાનાં એક છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ. રંજનબેનને ત્રીજી વખત રીપિટ કરવામાં આવતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ બહાર આવી ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર  ડો.જ્યોતિબહેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પણ આ વિરોધ પ્રદર્શન ઘટયું ન હતું. 


આ વિસ્તારમાં લગાવાયા સાંસદ રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર

તે બાદ ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું પરંતુ જ્યારે આ રાજીનામું આપ્યું ત્યારે એવું લાગતું હતું કે રંજનબેન ભટ્ટને રીપિટ કરવામાં આવતા આ નિર્ણય લીધો છે. તે બાદ વડોદરના અનેક વિસ્તારોમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા હતા જેમાં મતદાતાઓમાં રોષ હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળવારની મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. તે ઉપરાંત ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ પણ આવા બોર્ડ લાગ્યા હતા. 

Our Vadodara - BJP Candidate Ranjanben Bhatt leading with... | Facebook

પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે? 

વિરોધમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે  ‘મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’મળતી માહિતી અનુસાર વડોદરામાંથી હાલ તો આવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને આ મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.