વ્હાલી દીકરી યોજના


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 14:45:07

વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કે મળીને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે જેમાં દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે  ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે ૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ દ્વારા સમાજમાં દીકરીઓના જન્મ દરને સુધારવા તેમજ તેના શિક્ષણ દરને વધારવા રાજ્યમાં વ્યાપક અભિયાન રૂપે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ધટાડી, દીકરીઓના શિક્ષણને ઉત્તેજન આપવું. દીકરી અને મહિલાઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. તથા બાળ લગ્ન અટકાવવા. દીકરીઓના કલ્યાણ, તેમજ સમુદ્ધિ માટે  માટે જુદી-જુદી યોજનાઓ કાર્યરત છે.તેવી જ વ્હાલી દીકરી યોજના” જેમાં દીકરીઓને ભણતર અને લગ્ન સહાયના ઉદ્દેશને સાર્થક કરે છે

આ યોજનાનો લાભ એવી દીકરીઓને મળશે જેનો જન્મ વર્ષ 2જી ઑગસ્ટ 2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે. 

વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાની ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ હોવાનું રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ  વિધાનસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં આમ જણાવ્યું હતું.  






દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.