Valsad: Jamawat Election Yatra પહોંચી વાકલ ગામ જ્યાં સરકારી યોજનાઓની પથારી ફરી ગઈ છે? Anant Patel માટે સાંભળો શું કહે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-04 18:44:51

ગુજરાતના વિકાસને આપણે જોઈએ છીએ ત્ચારે લાગે કે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ કેટલું આગળ વધી ગયું છે... ઉંચી ઉંચી ઈમારતો, સારા રોડ રસ્તા, સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે.. પરંતુ આપણા જ વિકસીત ગુજરાતનો એક ભાગ એવો છે જે વિકાસથી વંચિત છે... અંતરિયાળ વિસ્તારમાં આપણે પણ સારા રસ્તા નથી બન્યા, પીવાનું પાણી નથી મળતું... નળ સે જળની યોજના વિશે અનેક વખત વાતો કરી છે, અનેક દ્રશ્યો બતાવ્યા છે ત્યારે ફરી એવા દ્રશ્યો વલસાડ લોકસભા બેઠકથી સામે આવ્યા છે જ્યારે જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કવર કરવા માટે વલસાડ પહોંચી હતી. 

વાકલ ગામ પહોંચી જમાવટની ટીમ 

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન ચૂંટણીની વાતો, ચૂંટણીના મુદ્દાઓ જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક લોકોને પડતી સમસ્યા તેમજ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં તે જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે.. ત્યારે વલસાડના આદિવાસી વિસ્તાર વાકલ ગામમાં નળથી જળ પહોંચ્યું છે કે નહીં, રસ્તાઓ કેવા છે તે જાણવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારથી સામે આવ્યા છે..


નળ તો વર્ષો પહેલા પહોંચ્યા પણ પાણી નથી પહોંચ્યું

વિસ્તારમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ નળથી પાણી નથી આવતું... નલસે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર.. વાસ્તવિક્તા એવી છે કે અનેક ગામોમાં આજે પણ પાણી નથી પહોંચ્યું.. જ્યારે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોઈ જગ્યા પર ચકલી નથી તો કોઈ જગ્યા પર પાઈપ નથી.. પાંચ વર્ષમાં કોઈ વિકાસ નથી થયો. જે વિકાસની વાત કરે છે અને આદિવાસીના વિનાશથી તે વિકાસ કરવાની વાત કરે છે એ અમને સ્વીકાર્ય નથી...! ગામના લોકો મુખ્યત્વે ખેતી કરે છે અથવા તો પશુ પાલન કરે છે.. એક ટિપું પણ પાણી નલ સે જલથી નથી આવ્યું તેમણે જણાવ્યું... 


પાણી ના આવવાને કારણે વેઠવી પડે છે મુશ્કેલી

મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પાણી ના આવવાને કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.. પાણી ભરવા માટે દૂર જવું પડે છે.. કુવાઓ પર જવું પડે છે આજે પણ હેન્ડપમ્પથી પાણી કાઢવા માટે મહિલાઓ મજબૂર બની છે.. નળ તો ઘણા વર્ષો પહેલા નખાઈ ગયા હતા પરંતુ નળમાંથી પાણી નથી આવતું.. જ્યારે વધુ એક મહિલાને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના વિસ્તારમાં પાણી જોયું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી જ નથી જોયું.. પીવા માટે પાણી નથી, કપડા ધોવા માટે પાણી નથી.. આજે પણ પાણી ભરીને રાખવા પડે છે..


પાણી વગરના શૌચાલય શું કામના?  

તે ઉપરાંત શૌચાલયને લઈને પણ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તેમના વિસ્તારમાં શૌચાલય બન્યા છે તો તેમણે કહ્યું કે શૌચાલય તો નથી ગયા છે પરંતુ પાણીની સુવિધા જ નથી તો શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવાનો?  પાણી જ નથી તો શૌચાલય શું કામના..? સરકારે ટાંકી બનાવી પરંતુ 10 વર્ષથી તે ટાંકીમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું.. સરકાર ખાલી ટાંકી બનાવે અને કોન્ટ્રાક્ટર કમાય, પ્રજાએ ખાલી ટાંકીના નળ જોવાના.. તે સિવાય અનેક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો... ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી હતી... 

વલસાડના ઉમેદવારો માટે સ્થાનિક લોકોએ કહ્યું કે... 

જ્યારે આદિવાસી લોકો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો રોષ જોવા મળ્યો હતો.. એફઆઈઆરની વાત પણ સ્થાનિક લોકોદ દ્વારા કરવામાં આવી છે.. જ્યારે સરકાર કેવી હોવી જોઈએ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકાર સારી હોવી જોઈએ.. અનંત પટેલ મુખ્યત્વે લોકોની પસંદ હતા... જ્યારે ધવલ પટેલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ધવલ પટેલને તેમણે જોયા નથી...  પાણી નથી આવતું પરંતુ તો પણ પાણીનો કર લેવામાં આવે છે... સફાઈ વેરો પણ લેવામાં આવે છે પરંતુ સફાઈ નથી..  

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.