Valsad Loksabha બેઠકના ઉમેદવાર Anant Patelએ ભર્યું ઉમેદવારી ફોર્મ, જનસભાને સંબોધતા કહ્યું ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવ્યો છે..


  • Published By :
  • Published Date : 2024-04-16 16:50:47

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે... બનાસકાંઠા, ભરૂચ લોકસભા સીટ પોતાના  ઉમેદવારના નિવેદનને કારણે થતી હોય છે.. અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે જ્યારે અનેક ઉમેદવારો હવે ઉમેદવારી નોંધાવાના છે. ફોર્મ ભરવા માટે જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે શક્તિપ્રદર્શન કરતા હોય છે. આ બધા વચ્ચે વલસાડના બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 

ભાજપે ધવલ પટેલને તો કોંગ્રેસે અનંત પટેલને આપી છે ટિકીટ 

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે.... ત્યારે ગુજરાતમાંથી આજે 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે અન્ય કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર ભરે છે અને તે પહેલા શક્તિપ્રદર્શન કરે છે.. ગઈકાલે અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે પણ અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે... વલસાડ બેઠકની વાત કરીએ તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે પોતાના લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

જાતિય સમીકરણો મહત્વના કારણ કે

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક માટે એવું માનવામાં આવે છે કે જે પાર્ટી આ સીટ પર જીત હાંસલ કરે છે તેની સરકાર બને છે. એટલે આ બેઠક દરેક રાજકીય પાર્ટી માટે મહત્વની છે.. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે....વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે...... 

વલસાડમાં જામશે ખરાખરીનો જંગ 

વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણી જંગ રસાકસી ભરી રહેશે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતારતા વલસાડ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે... 



અનંત પટેલે નોંધાવી દાવેદારી 

આજે અનંત પટેલે ફોર્મ ભર્યું અને જનતાને કહ્યું કે, ભાજપની સરકારને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે....  તમે મારા માટે 25 દિવસ લડો હું 1825 દિવસ તમારા માટે લડવા હું અનંત પટેલ તૈયાર છું.. તેમણે કહ્યું કે આ ભાજપની સરકારને ઉખેડીને ફેદી દેવાનો સમય આવી ગયો છે.... ત્યારે જોવું રહ્યું કે વલસાડની જનતા કોને સંસદ સુધી પહોંચાડે છે.?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે