Valsad Loksabha Seatના ઉમેદવાર Anant Patelને જ્યારે જમાવટની ટીમે પૂછ્યું કે જો તે સાંસદ બની જાય છે તો શું કામ કરશે? સાંભળો જવાબમાં તેમણે કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-27 18:03:58

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં મતદાન થવાનું છે.. ઉમેદવારોના પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે... પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં અનંત પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. જમાવટની ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી. જો તે સાંસદ બની જશે તો તે શું કરશે તેની વાત જમાવટની ટીમને જણાવ્યું હતું.  

અનંત પટેલે જણાવ્યું તેમનું વિઝન

જમાવટની ટીમ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કપરાડા, ડાંગ,ધરમપુર,વાંસદા જેવા વિસ્તારોમાં તે ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે.. નલ સે જલના દાવા કરવામાં આવે છે પરંતુ ક્યાંક નળ પહોંચ્યા છે તો ક્યાં પાઈપલાઈન નથી... નળ છે પણ પાણી આવતું નથી.. કપરી પરિસ્થિતિ છે.. તેમણે કહ્યું કે માછીમારોને જમીન આપી હતી તે તો ઉદ્યોગ માટે આપી દેવામાં આવી.. શિક્ષણને લઈને પણ તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે ગામડાની વર્ગશાળાને બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે...તે ઉપરાંત નોકરીઓને લઈ પણ તેમણે વાત કરી હતી.. 


ભાજપ માટે શું કહ્યું પ્રિયંકા ગાંધીએ? 

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે  'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.' 

પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર 

વધુમાં તેમણે કહ્યું કે અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવારીની વાતો ઉઠાવી. જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી? જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. 


ધવલ પટેલ Vs અનંત પટેલનો જામશે જંગ 

મહત્વનું છે કે વલસાડ બેઠક માટે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટીના ઉમેદવારની જીત  થાય છે તેની સરકાર સત્તામાં બને છે... આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપી છે.. પટેલ Vs પટેલનો જંગ આ બેઠક પર જોવા મળવાનો છે..   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'