Valsad : Asaram Bapuની પૂજા કરવા બદલ ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-02 17:51:30

છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ અને જમીન પર કબજા મામલે આસારામ બાપુ સજા ભોગવી રહ્યા છે. આસારામ બાપુ ભલે જેલમાં છે પરંતુ તેમના અનુયાયીઓને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આસારામ બાપુને લઈ સમાચાર સામે આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાતી હોય છે ત્યારે આસારામ બાપુએ આ દિવસને માતૃ-પિતૃની પૂજા કરવી જોઈએ તેવી વાત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. 

આસારામ બાપુ - વિકિપીડિયા

10 મહિના બાદ 33 શિક્ષકોને ફટકારવામાં આવી નોટિસ!

ત્યારે કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી જેના અનેક ફોટા તેમજ વીડિયો વાયરલ થયા હતા. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો કારણ કે તેમાં આસારામ બાપુનો ફોટો લગાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી. ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કારણ કે આટલા મહિના પૂર્ણ થયા બાદ વલસાડ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે