વંદે ભારત એક્સપ્રેસને સતત બીજા દિવસે પણ નડ્યો અકસ્માત, આણંદ નજીક સર્જાઈ દુર્ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:01:12

રસ્તા પર રખડતા ઢોર માત્ર માણસોને જ નહીં પણ હવે ટ્રેનને પણ અડફેટે લઈ રહી છે. આજે સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી.આ દુર્ઘટનામાં ટ્રેનના આગળના ભાગમાં નુકસાન થયું છે. આ ઘટના આજે બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ બની હતી જોકે, રાહતની વાત એ છે કે, તમામ યાત્રીઓ સુરક્ષિત છે. 


ગઈ કાલે પણ વંદે ભારત ટ્રેન સાથે સર્જાયો હતો અકસ્માત


ગઈકાલે પણ અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા અકસ્માત થયો છે. જો કે, તેની સર્વિસ પર કોઇ અસર પડી નથી. તે રાબેતા મુજબ ચાલી રહી છે. ગઈકાલે સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો જેમાં ભેંસોના મોત નિપજ્યા હતા.


RPFએ ભેંસના માલિકો સામે નોંધાવી ફરિયાદ


વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગઈ કાલે અકસ્માત સર્જાયો આ મામલે રેલવે સુરક્ષા દળે ગંભીરતા દાખવી ભેંસના માલિક સામે ફરિયાદ નોંધાવી છે. હવે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ભેંસોના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરપીએફએ રેલવે અધિનિયમ 1989ની કલમ 147 અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. જોકે, હજુ સુધી રેલવે પોલીસ ભેંસોના માલિકની ઓળખ કરી શકી નથી. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે