Ahmedabad-Mumbai વચ્ચે 130ની સ્પીડે દોડી વંદે ભારત ટ્રેન, કાલુપુર રેલવે સ્ટેશનથી નવી ટ્રેનની કરાઇ ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2024-08-09 16:55:04

ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. તમારામાંથી અનેક લોકો એ ટ્રેનમાં બેઠા પણ હશો.. આજે વાત વંદે ભારત ટ્રેનની જ કરવી છે કારણ કે 16 કોચની જગ્યાએ 20 કોચ વાળી ટ્રેનને દોડાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 9મી ઓગસ્ટે આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. કાલુપુર સ્ટેશનથી આ ટ્રેન ઉપડી હતી.  આ ટ્રેનની બીજી એક ખાસીયત છે કે આ ટ્રેન કેસરી કલરની છે.. 

સડસડાટ ટ્રેન નીકળતા લોકોએ પોતાના મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા


8 અથવા તો 16 કોચ વાળી ચાલતી હતી વંદે ભારત ટ્રેન 

ટ્રેનની મુસાફરીને આપણે ત્યાં સેફ માનવામાં આવે છે. ટ્રેનની મુસાફરી લોકો પસંદ કરતા હોય છે. ભારતીય રેલવે દ્વારા અનેક ટ્રેનો ચલાવવામાં આવતી હોય છે. અનેક ટ્રેનો એવી હોય છે જેનું આકર્ષણ હોય છે.. તેવી જ એક ટ્રેન છે વંદે ભારત ટ્રેન.. હજી સુધી વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 8 અથવા તો 16 કોચવાળી હતી. દેશના મોટા મોટા શહેરોમાં સફેદ રંગની વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 20 કોચ વાળી વંદેભારત ટ્રેન અમદાવાદ- મુંબઈ વચ્ચે ચલાવામાં આવી છે.  ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. 

કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેન નીકળી


20 કોચ વાળી વંદે ભારત ટ્રેન દોડાવાનો લેવાયો નિર્ણય 

વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમને આ નવી ટ્રેન કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો. 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.