વધતા અકસ્માતને જોતા વંદે ભારત ટ્રેનને અપાશે સુરક્ષા !!!


  • Published By :
  • Published Date : 2022-12-04 13:54:40

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની શરૂઆત થયાના થોડા મહિનો બાદ જ વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતા પશુ આવી જતા અકસ્માત સર્જાયા હતા. પાંચ વખત ટ્રેનને અકસ્માત નડ્યો છે અને દર વખતે મુખ્યત્વે રખડતા પશુ ટ્રેક પર આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના વારંવાર ન બને અને વંદે ભારત ટ્રેનને અકસ્માતનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનના રૂટ પર ફેન્સીંગ લગાડવામાં આવશે.

Vande Bharat train ran at a speed of 180 km | ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી વંદે  ભારત ટ્રેન

Vande Bharat Train Accident In Ahmedabad, The Accident Occurred When 4  Buffaloes Came Between Them | Vande Bharat Train Accident: અમદાવાદમાં વંદે  ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, 4 ભેંસ વચ્ચે આવી જતા ...

ફેન્સીંગ બનાવામાં કરાશે કરોડો રૂપિયાનો ખર્ચ

30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનને શરૂઆત થયા બાદ અનેક વખત ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. મુખ્યત્વ રખડતા પશુને કારણે આ અકસ્માત સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત થયો છે. જેને કારણે ટ્રેનની સુરક્ષાને લઈ લોકોમાં ચિંતા વધતી જઈ રહી હતી. ત્યારે 620 લાંબા રૂટ પર ફેન્સિંગ લગાડવામાં આવશે, આ અંગે ટ્રેન્ડર પણ મંગાવામાં આવ્યું છે. આ ફેન્સિંગની પાછળ અંદાજીત 264 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે