સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો વાણીવિલાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 13:44:15

અમેરિકામાં હિંદુ ધર્મની લાગણી દુભાવ્યા બાદ ફરીવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ શિવજીનું અપમાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે. વાણી વિલાસ કરતા સ્વામી રૂગનાથચરણ દાસ જણાવે છે કે, શિવજી અને સચ્ચિદાનંદ સ્વામી વચ્ચે કુશ્તી થઈ હતી.  


રૂગનાથચરણ દાસે શિવજી વિશે શું કહ્યું?

સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે સ્ટેજ પરથી ભક્તો સામે વાણી વિલાસ કરતા જણાવ્યું હતું કે, મહારાજને  શિવપૂરાણ મુજબ શિવની પૂજા કરવાનું મન થયું. મહારાજે શંકરને સંભાળ્યા અટલે મૂર્તિમાન શંકર બિરાજ્યા. મૂર્તિમાન શંકરે મહારાજને પગે લાગ્યા. શંકરને મહારાજે ને કહ્યું કે, તમને બિલિપત્ર ચડાવવા છે. શંકરે કહ્યું કે, મહારાજ હું તો તમારો દાસ છું. તમારે મારી પૂજા ના કરાય. મહારાજે કહ્યું કે, તમે અમારા ભક્ત છો પરંતુ અમે મનુષ્ય અવતારમાં છીએ માટે અમારે તમારી પૂજા કરવી પડશે. મહારાજે સચ્ચિદાનંદ સ્વામિને આજ્ઞા કરી તો સચ્ચિદાનંદ સ્વામીએ 1600 ઉપચાર કરી શંકરની પૂજા કરી અને બિલિપત્ર ચડાવી પગે લાગવા ગયા. શંકરે સચ્ચિદાનંદ સ્વામીને પગે લાગવાની ના પાડી. સચ્ચિદાનંદ સ્વામી અને શંકરની કુશ્તી થઈ. ત્યાં ઉપસ્થિત સૌ લોકો કહે છે કે પરદેશી સામે સચ્ચિદાનંદ સ્વામિ મલ્લ કુશ્તી કરે છે. કુશ્તીમાં જય સચ્ચિદાનંદ સ્વામી જીતે છે. શંકર કહે છે "જય સચ્ચિદાનંદ".    


અગાઉ આનંદ સાગર સ્વામીએ અમેરિકામાં સત્સંગ દરમિયાન શિવજી અંગે વાણી વિલાસ કર્યો હતો. કચ્છના વિદ્યાર્થી નીશીતને ભગવાન શંકરના દર્શન થયા તેવું નિવેદન આપ્યું હતું. આનંદ સાગર સ્વામીએ કહ્યું હતું કે શંકર ભગવાન નીશીતને પગે લાગીને જતા રહે છે. સમગ્ર મુદ્દે વિવાદ સર્જાતા આનંદ સાગર સ્વામીને હિંદુ ધર્મની માફી માગી હતી.  

 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .