Varanasi: જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં મળ્યો પૂજાનો અધિકાર, કોર્ટમાં હિંદુ પક્ષની મોટી જીત


  • Published By :
  • Published Date : 2024-01-31 17:07:33

ઉત્તર પ્રદેશની વારાણસીની જિલ્લા કોર્ટે હિંદુ પક્ષના હક્કમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પવિત્ર યાત્રાધામ વારાણસીમાંઆવેલી જ્ઞાનવાપી મસ્જીદ પરીસરમાં આવેલા વ્યાસ તહેખાનામાં હિંદુપક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને બેરિકેડિંગ હટાવવાની વ્યવસ્થા 7 દિવસમાં કરવાનો હુકમ આપ્યો છે. આ તહેખાનું મસ્જિદની નીચે છે. હવે ત્યાં નિયમિત પૂજા અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરાવવામાં આવશે. 


જિલ્લા મેજીસ્ટ્રેટ બન્યા કસ્ટોડિયન


વારાણસીની જિલ્લા કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જે વ્યાસજીનું તહેખાનું છે, હવે તેના કસ્ટોડિયન વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટ થઈ ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના જે પૂજારી છે તે જ આ તહેખાનાની સાફ-સફાઈ કરાવશે. ત્યાં જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, તેને હટાવવામાં આવે અને ફરીથી તહેખાનામાં નિયમિત રીતે પૂજા કરાવવામાં આવે.


હિંદુ પક્ષની મોટી જીત


હિંદુ પક્ષે કોર્ટના આ ચુકાદાને હિંદુ પક્ષની મોટી જીત ગણાવ્યો છે. હિંદુ પક્ષે 30 વર્ષ બાદ ન્યાય મળતા ખુશી વ્યક્ત કરી છે. નવેમ્બર 1993 સુધી અહીં પૂજા-પાઠ કરવામાં આવતા હતા. જ્ઞાનવાપી પરીસર સ્થિત વ્યાસ તહેખાનામાં પૂજાપાઠ કરવાનો અધિકાર માગતી અરજી શૈલેન્દ્ર કુમાર પાઠકે કરી હતી. જેના પર સુનાવણી હાથ ધર્યા બાદ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. 


મુસ્લિમ પક્ષે શું કહ્યું?


મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઇંતજામિયા મસાજિદ કમિટીના વકીલ અખલાક અહમદે કહ્યું આ ચુકાદો ખોટો છે, પૂર્વે  આપવામાં આવેલા આદેશને ઓવરલુક કરીને આ આદેશ આપવામાં આવ્યો છે. અમે લોકો આ ચુકાદાનો હાઈકોર્ટમાં પડકારીશું. 


હિંદુ પક્ષના વકીલે કહીં આ મોટી વાત


જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે પૂજા સાત દિવસમાં જ શરૂ કરી દેવામાં આવશે. તમામ લોકોને પૂજા કરવાનો અધિકાર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે