વિશ્વના દેશોએ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની સામે કરી આ તૈયારીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-03 22:25:22

બુધવારે મધરાતે ટેરિફ વિસ્ફોટ કરીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સમગ્ર વિશ્વને અચંબિત કરી નાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડિક્ષનરીમાં પોતાના મનગમતા શબ્દ "ટેરીફનો" ઉપયોગ આ રીતે કરશે તે કોઈને ખબર નહોતી . હવે વિશ્વભરના દેશોની આ "ટેરિફ વિસ્ફોટને" લઇને પ્રતિક્રિયા સામે આવી છે . તો આવો જાણીએ વિશ્વના દેશો કઈ રીતે ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટને  જોઈ રહ્યા છે. 

Trump tariffs updates: ‘Reciprocal’ levies shake up global trade

વાત કરીએ સૌ પ્રથમ યુરોપની તો , યુરોપ પર ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ મામલે યુરોપીઅન કમિશનના ચેરમેન ઉર્સુલા વોન દે લેયને કહ્યું છે કે, " ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સમગ્ર વિશ્વને નુકશાન કરશે . અમે હંમેશાથી અમેરિકા સાથે આ વિષય પર વાર્તાલાપ કરવા તૈયાર છીએ. તો આ તરફ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરીફની કડક શબ્દોમાં નિંદા કરી છે. યુએસનું મુખ્ય સ્પર્ધક ચાઈના તેણે તો યુએસની સામે પડવા તૈયારી બતાવી છે  એટલેકે , ચાઈના હવે પોતાના ત્યાં થતી અમેરિકન નિકાસો પર કોઉંટર ટેરિફ લગાડવાની વાત કરી છે. વધુમાં ચાઈનાએ તો કહી દીધું છે કે , અમેરિકા આ ટેરિફ ઝડપથી કેન્સલ કરે. આ બધા જ ટેરિફ આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું ઉલ્લંઘન કરે છે . જોકે આપને જણાવી દયિકે ટ્રમ્પએ કેનેડા અને મેક્સિકો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા નથી .

વાત કરીએ હિન્દ ઈન્ડો પેસિફિક રિજનના મહત્વના દેશ ઓસ્ટ્રેલિયાની તો ટ્રમ્પએ તેમની પર ૧૦ ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ જણાવ્યું છે કે , આ રેસિપ્રોકલ ટેરીફમાં કોઈ પણ લોજીક નથી .  

જાપાન બીજા વિશ્વયુદ્ધ પછીનો સમગ્ર એશિયામાં અમેરિકાનો સૌથી વફાદાર દેશ. તેનું માનવું છે કે આ વનસાઇડેડ ટેરિફ ખુબ જ દુઃખદ છે. જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીમાસા હાયાસીએ જણાવ્યું છે કે , આ રીતે આડેધડ ટેરિફ ના લગાવાય  . અમે ટ્રમ્પ એડ્મીનીસ્ટ્રેશનને પોતાનો ફેરવિચાર કરવા વિનંતી કરી છે. રેસિપ્રોકલ ટેરીફની જાપાન અને અમેરિકાના લાંબા ગાળાના સબંધો પર માઠી અસર પડી શકે છે.

વાત કરીએ દુનિયાના સૌથી સુંદર દેશ એવા સ્વીત્ઝર્લેન્ડની તો ડોનાલ્ડ ટ્રમ્પએ તેમની પર ૩૧ ટકા જેટલો જંગી ટેરિફ લગાડેલો છે. તો બીજી તરફ થાઈલેન્ડએ આ રેસિપ્રોકલ ટેરીફથી બચવા એક યોજના બનાવી છે.  વાત કરીએ સાઉથ કોરિયાની તો તેણે  યુએસ સાથે વાર્તાલાપ કરવા માટે તૈયારી બતાવી દીધી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.