તત્કાલીન CM મોદીએ બનાવેલા માળખાના(VCE) કર્મીઓ 39 દિવસ હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 20:45:24

Story by Samir Parmar

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતને ડિજિટલ ગુજરાત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગામડામાં ડિજિટલ માધ્યમને પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના ગામડાઓમાં કોમ્પ્યુટરથી ડિજિટલ કામગીરી માટે વીસીઈનું માળખું ઉભું કર્યું હતું. પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસન માટે ઉભા કરેલા માળખાની હાલની સરકાર દરકાર નથી લઈ રહી તેવું લાગી રહ્યું છે. કારણ કે VCE ના કર્મચારીઓ પોતાની માગણી માટે કેટલા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યા છે. 


રાજ્યના VCE 39 દિવસથી છે હડતાળ પર 

ભૂપેન્દ્ર સરકારના કાર્યકાળમાં VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છેલ્લા 39 દિવસથી હડતાળ પર છે. તેઓ પોતાની વિવિધ માગણીઓ સાથે ગત 39 દિવસથી હડતાળ પર છે. VCEના કર્મચારીઓએ પોતાની માગણી માટે મુખ્યમંત્રી સાથે, પંચાયત મંત્રી સાથે બેઠક કરી ચૂક્યા છે પરંતુ તેમનો માત્ર સાંત્વના અને "હા થઈ જશે" જેવા વાક્યો જ હાથે લાગે છે. 


શું છે વીસીઈની માગણીઓ 

1) કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે

2) સરકાર સાથે 16 વર્ષથી પગાર વગર કામ કરતા હોય માટે સરકારી કર્મચારી જાહેર કરી લાભો આપવામાં આવે 

3) આરોગ્યલક્ષી સુવિધા આપતા પરિવાર સહિત વિમા કવર આપવામાં આવે

4) જોબ સિક્યૂરિટી આપવામાં આવે

5) કોરોના મહામારીમાં મરણ પામેલા VCEને આર્થિક સહાય આપવામાં આવે


ગત 39 દિવસથી ગામડાના કામકાજ ઠપ્પ 

VCE ગામડામાં કાગળિયાને લગતા કામો કરતા હોય છે. તેઓ સાત-બારના ઉતારા, જન્મ-મરણના દાખલા, આવકના દાખલા, રાશનકાર્ડમાં ફેરફાર, લાઈટબિલ અને ગેસબિલ ભરવાના કામ, ખેડૂતોને લગતી સહાય યોજના, આયુષ્માન કાર્ડ, ઈ-શ્રમ અને ઈ-નિર્માણની કામગીરી, મગફળી રજિસ્ટ્રેશનની કામગીરી, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની અન્ય સેવાકીય કામગીરી કરતા હોય છે.  ગત 39 દિવસથી હડતાળના કારણે કામગીરી ઠપ્પ પડી છે જેથી ગામડાના લોકોને તકલીફ વેઠવી પડે છે અને તાલુકા અને જિલ્લામાં ધકા ખાવાનો વારો આવી રહ્યો છે. 


ગુજરાત સરકારે ચૂંટણી પહેલા લોકોની કે વિવિધ સંઘોની માગણી સંતોષવા માટે પાંચ મંત્રીઓની સમિતિની રચના કરી છે. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ના ખાવા પડે છે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉભી કરેલી વીસીઈના માળખાની સમસ્યા અત્યારની સરકાર ક્યારે દૂર કરશે તે જોવાનું રહેશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .