ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો, રૂ. 200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો ભાવ


  • Published By :
  • Published Date : 2023-10-08 16:09:04

તહેવારોની સીઝન નજીક છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાદ્યતેલ, અનાજ, કઠોળ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી શાકભાજીના ભાવમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસાના વિદાય બાદ ફરી એક વાર લીલા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજી ઉપરાંત બટાકાના ભાવ પણ વધારો જોવા મળ્યો છે. સામાન્ય માણસ માટે આ કાળઝાળ મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. 


ગૃહિણીઓનું બજેટ ખોરવાયું


રાજ્યમાં આ વર્ષે શિયાળાની શરૂઆત પહેલા જ હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટામેટા સિવાયના શાકભાજીનો ભાવ 80 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. અત્યારે વટાણા 200 રૂપિયા કિલો થઇ ગયા છે. ચોળી 160 રપિયા, ગુવાર 140 રૂપિયા આમ બધી શાકભાજીના ભાવ વધી ગયા છે. માલની આવક ઓછી હોવાને લીધે ભાવ વધી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. 


વિવિધ શાકભાજીના ભાવમાં ભડકો


હાલ રિટેલ માર્કેટમાં વિવિધ શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો ગુવાર - 140 રૂપિયા કિલો, ભીંડા - 100, લીલી - તુવેર ગલકા - 60થી 80, રીંગણા - 100, ફ્લાવર - 100, તુરીયા - 80, સરગવો - 100, વટાણા- 300 રૂપિયા, કોથમીર 200 રૂપિયા કિલો, આદુ 250 રૂપિયા કિલો, રીંગણ 80 રૂપિયા કિલો,   ડુંગળી 40 રૂપિયા કિલો, ફુલાવર 120 રૂપિયા કિલો, લીંબુ 120 રૂપિયા કિલો જેટલો વધારો થયો છે.


શા માટે ભાવ વધ્યા?


શાકભાજીમાં ભાવ વધારા અંગે વેપારીઓના જણાવ્યા પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદને કારણે ઉત્પાદન ઓછું થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી લીલા શાકભાજીને લઈને આવતી ટ્રકોમાં ઘટાડો થયો છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આમ પણ ચોમાસામાં શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ શિયાળામાં આવક વધતા આ ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે લોકલ શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેથી છેલ્લા 10 દિવસમાં આ ભાવવઘારો થયો છે. હજુ પણ ભાવ ઘટાડો થવામાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. 


તહેવારોની સીઝન ટાણે જ ભાવ વધારો


જીવન જરૂરિયાતોમાં અસહ્ય ભાવ વધારો ગરીબ અને મધ્યમવર્ગ ખાસ કરીને સહન કરી રહ્યો છે. તહેવારોની સીઝન શરુ થઇ ચુકી છે અને તહેવારો ટાણે જ તમામ ચીજ વસ્તુઓમાં ભાવ વધારો સતત નોંધાતા કરોડો પરિવારોની થાળીમાંથી જાણે પોષણયુક્ત આહાર ગાયબ થયો હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યમાં કુપોષણના રીપોર્ટ ચોંકાવનારા રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકાર યોજનાઓને આધારે જનતાને લોલીપોપ આપી રહી છે ત્યારે સવાલ અનેક છે અને સામાન્ય જનતા સરકારને પૂછી રહી છે કે થોડી મોંઘવારી ઓછી થશે તો આપોઆપ અનેક ઘરમાં પોષણયુક્ત ખોરાક બનતો થશે પરંતુ સરકારની તિજોરી ટેક્ષની આવકથી છલકાઈ રહી છે અને સામાન્ય પરિવારોના બજેટ પર કાતર ફરી રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.