Amarnathની ગુફાઓ સુધી પહોંચશે વાહન, BRO દ્વારા બનાવાઈ રહ્યો છે રસ્તો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-07 15:51:06

હિંદુ ધર્મમાં અમરનાથ યાત્રાનું મહત્વ વિશેષ છે. લાખો ભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. હજી સુધી બાબાના દર્શન કરવા માટે ભક્તોએ ચાલવું પડતું હતું પરંતુ હવે તેમની સુવિધામાં વધારો થયો છે. અમરનાથ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને ટૂંક સમયમાં મોટી ભેટ મળવાની છે. ગુફા સુધી વાહનો જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વાહનો ગુફા સુધી જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બાલતાલના રસ્તાને પહોંળા કરવા માટેનું કામકાજ શરૂ થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. રસ્તાને પહોંળા કરવામાં આવી રહ્યા છે જેનાથી આસાનીથી વાહનો ત્યાં સુધી પહોંચી શકે છે. 

અમરનાથની ગુફા સુધી વાહનો જઈ શકશે

અમરનાથના દર્શને અનેક ભક્તો જતા હોય છે. અમરનાથની ગુફાને આપણે ત્યાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગમ સ્થાનમાંથી પસાર થઈ લોકોએ અમરનાથની ગુફા સુધી પહોંચવું પડતું હોય છે. ત્યારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન તરફથી મોટી ભેટ મળી છે. અમરનાથની યાત્રા દુર્ગમની બદલીમાં થોડી આસાન થઈ જશે. બીઆરઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવશે. અમરનાથ સુધી પહોંચવા માટે બે રસ્તા છે - એક બાલતાલ અને બીજો માર્ગ છે પહેલગામનો. બંને રસ્તા હજી સુધી કાચા છે. અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે લોકોએ પગપાળાનો, હેલિકોપ્ટર તેમજ ઘોડા અથવા તો પાલકીનો ઉપયોગ કરવો પડે છે. શ્રદ્ધાળુઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે બાલતાલ વાળા રસ્તાને સુધારી દેવામાં આવશે.   



પીપીડીએ નોંધાવ્યો વિરોધ 

મહત્વનું છે કે આ સમાચાર સામે આવતા વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આનો વિરોધ શરૂ થઈ ગયો. જમ્મુ કાશ્મીરના પીપલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તાએ આ મામલે ટ્વિટ કર્યું છે. મોહિત ભાને લખ્યું કે હિંદુ ધર્મ વિરુદ્ધ આ એક મોટો અપરાધ છે. આ ધર્મમાં આપણે પ્રકૃતિમાં લીન થઈ જઈએ છીએ. એટલા માટે આપણાં પવિત્ર સ્થાનો હિમાલયની ગોદમાં છે. રાજકીય લાભ માટે ધાર્મિક સ્થળોને પિકનિક સ્પોટમાં ફેરવવું એ નિંદનીય બાબત છે. અમે જોશીમઠ, કેદારનાથમાં ભગવાનનો પ્રકોપ જોયો છે અને તેમ છતાં અમે તેમાંથી કંઈ શીખી રહ્યા નથી અને કાશ્મીરમાં વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે