Loksabha Election પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, રાજીનામા પાછળ આપ્યું આ કારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-11 18:51:23

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આવા સમાચાર સામે આવવા સામાન્ય બની ગયા છે આ બધા વચ્ચે સુરેન્દ્રનગરથી સાંસદ રહી ચૂકેલા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં તેમણે રાજીનામું આપ્યું છે.  સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લિંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 

News18 Gujarati

સોમાભાઈ પટેલે કોંગ્રેસને કહ્યા રામ રામ! 

એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી રહ્યા છે. એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયો ધારણ કરી લીધો છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે. અચાનક આવા નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 



રાજીનામા પાછળ આપ્યું આ કારણ 

એવું માનવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમાભાઈ ટિકીટ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજના ચંદુભાઈ શિહોરની સામે કોંગ્રેસે સોમાભાઈની જગ્યાએ ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર ના કરાતા તેમણે રાજીનામું આપી દીધું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. રાજીનામામાં તેમણે કોંગ્રેસ છોડવાનું કારણ પણ દર્શાવ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું કે માા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું...    



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.